ટ્રેન્ડિંગધર્મ

આજે જીવંતિકા વ્રતનો બીજો શુક્રવારઃ શું છે નિયમો? કેવી રીતે ઉજવાય છે?

  • માં જીવંતિકાનું વ્રત શ્રાવણ માસના કોઇ પણ શુક્રવારે કરાય છે
  • જીવંતિકા વ્રતની કથા સાંભળીને દીવો કરી, આરતી કરવી
  • વ્રત કરનારે પીળા વસ્ત્રોનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંતિકા વ્રતની શરૂઆત કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. નહીં તો વ્યક્તિ આ વ્રત ત્રીજા કે ચોથા શુક્રવારે પણ કરી શકે છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકામાંની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી જીવંતિકા માંની પૂજા કરવી. તેમની સ્તુતિ-પ્રાર્થના કરીને જીવંતિકા વ્રતની કથા સાંભળવી.

જાણો શું હોય છે આ વ્રતના નિયમો

આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં કે તેની નીચેથી પસાર પણ થવુ નહીં. વહેતુ પાણી ઓળંગવુ નહીં. આ વ્રત કરનારી સ્ત્રીએ લાલ રંગના વસ્ત્રો જ પહેરવા. આ વ્રત કરનારે કોઇની નિંદા કરવી નહીં, કડવા વચનો બોલવા નહીં, અસત્યનું આચરણ કરવુ નહીં. આ દિવસે વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવુ. ઘરકામ કરતા કરતા પણ જીવંતિકા માંનુ રટણ કરવુ.

આજે જીવંતિકા વ્રતનો બીજો શુક્રવારઃ જાણો શું હોય છે નિયમો? કેવી રીતે ઉજવાય છે? hum dekhenge news

વ્રત કરવાની વિધિ અને મહત્ત્વ

વ્રત કરનાર સ્ત્રીએ વાર્તા કરી લીધા બાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એકટાણું કરવું. આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે. આ વ્રત કોઇ પણ સ્ત્રી પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે કરે છે.

હજુ આ શુક્રવારે પણ તમે જીવતિંકા વ્રત કરી શકશો

જીવંતિકા માંનુ વ્રત શ્રાવણ મહિનાના કોઇ પણ શુક્રવારે કરવામાં આવે છે. જો કોઇ સ્ત્રી પહેલા શુક્રવારે આ વ્રત ન કરી શકે તો તે બીજા, ત્રીજા કે ચોથા શુક્રવારે આ વ્રત કરી શકે છે. પહેલો શુક્રવાર 18-8-23ના દિવસે હતો. બીજો શુક્રવાર 25-8-2023ના રોજ છે. ત્રીજો શુક્રવાર 1-9-2023ના રોજ છે અને ચોથો શુક્રવાર 8-9-23ના રોજ છે.

વ્રતનું ઉજવણુ કેવી રીતે થાય છે?

આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવવામાં આવે છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવુ. પ્રથમ શુક્રવારે કોઇ અડચણ હોય તે બીજા શુક્રવારે કરી શકાય. આ ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિતા અને એક બટુક ત્રણને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ઠાન બનાવવા. વ્રત ઉજવાનાર તથા ઘરના તમામ લોકો જમી શકે છે. કેમકે આ જમણ માં જીવંતિકાની પ્રસાદી ગણાય છે. માં જીવંતિકાનો પ્રસાદ લેવાથી આચાર-વિચાર શુદ્ધ થાય છે અને વાણી-વર્તન શુદ્ધ થાય છે.

આ પણ વાંચોઃ ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ PMને ગળે લગાવીને રડ્યા હતા કે સિવન, હવે સફળતા મળી તો જાણો શું કહ્યું?

Back to top button