ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાત આવશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

Text To Speech

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જાણકારી મુજબ અમિત શાહ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન અમિત શાહ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે.

અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.આ મુલાકાત દરમિયાન,શાહ પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે,જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દમણ દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

અમિત શાહ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતી કરશે

આ દરમિયાન અમિત શાહ અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે અને ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતી કરશે.

અમિત શાહ- હમ દેખેગે ન્યૂઝ
અમિત શાહ- હમ દેખેગે ન્યૂઝ

રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે સમીક્ષા કરાશે

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આ કાઉન્સિલની અંદર તમામ રાજ્યોના ગૃહ મંત્રીઓ ભાગ લેશે. અને આ બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.આ કાઉન્સિલની છેલ્લી બેઠક 11 જૂન, 2022ના રોજ દીવમાં મળી હતી.

અમિત શાહ આ મહિને જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે આ મહિને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેઓએ કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે આ જ મહિનામાં ફરી એક વાર તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે.

આ પણ વાંચો : તહેવારોની સિઝનમાં ઘી ખાતા પહેલા ચેતજો! વેરાવળમાં નકલી ઘીના કારોબાર પર SOGનો સપાટો

Back to top button