ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

આજે તથ્ય પટેલની જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો

Text To Speech

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટ ચુકાદો આપશે. અગાઉની સુનાવણીમાં કોર્ટમાં ત્રણેય પક્ષની દલીલ પૂર્ણ થઈ હતી.જેથી તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે ચુકાદો આપશે આરોપી તથ્ય પટેલને જેલમાંથી મુક્ત કરવાને લઈને કાર્ટ શું નિર્ણય આપે છે તેના પર સૌ કોઈની નદર રહેલી છે.

તથ્ય પટેલની જામીન અરજી પર આજે ચુકાદો

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને કચડીને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે ચુકાદો આપશે,ગત સુનાવણીમાં કોર્ટમાં ત્રણેય પક્ષોની દલીલ પૂર્ણ થતાં ન્યાયધીશ ડી.એમ વ્યાસે ચુકાદો24 મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.

તથ્ય પટેલનના વકીલે ગત સુનાવણીમાં કરી હતી આ દલીલ

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં ગત સુનાવણીમાં તથ્ય પટેલનના વકીલે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી, પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો પ્રાપ્ત થાય છે. પરંતુ ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય.

તથ્ય પટેલ-HDNEWS

તથ્યના વકીલે પોલીસ પર ઉઠાવ્યા સવાલ 

આ સાથે તથ્યના વકીલે પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યુ હતું કે અહીં અગાઉ થાર અને ટ્રકનો અકસ્માત થયો હતો અને ત્યાં પોલીસ પણ હાજર હોવા છતા બેરિકેડિંગ કર્યું નહતું જેથી આમાં જેટલી બેદરકારી તથ્યની છે, એટલી જ બેદરકારી પોલીસની પણ છે.

વકીલે કહ્યું -ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં

વધુમાં તથ્યના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે,તથ્યનો હેતુ કોઈને મારવાનો નહોતો, જેથી ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. અંતે તથ્યના વકીલે કહ્યું હતું કે,પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે.આ આકસ્મિત ઘટના બની છે જેથી તથ્યને જામીન આપવા જોઈએ.

આ પણ વાંચો : ગુજરાત ATS એ ફરી ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની અટકાયત કરી, જાણો શું છે સમગ્ર મામલો

Back to top button