મહારાષ્ટ્ર, ગુજરાત વચ્ચે દોડતી ઉનાળાની સાપ્તાહિક વિશેષ ટ્રેનોનો સમયગાળો વધારાયો
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેનોમાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્રેનોમાં કાયમી/અસ્થાયી કોચ લગાવવામાં આવી રહ્યા છે. આ સાથે સંચાલિત ટ્રેનોને સમયગાળો પણ વધારવામાં આવી રહ્યો છે. જેથી તેમની મુસાફરી વધુ આરામદાયક બની શકે. આ દિશામાં હવે નોર્થ ઈસ્ટર્ન રેલ્વેએ ટ્રેનોમાં વધારાના ધસારાને જોતા જુલાઈ મહિના માટે ઉનાળાની સાપ્તાહિક વિશેષ ટ્રેનોના સમયગાળાને લંબાવવાનો નિર્ણય કર્યો છે.
નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે ઉનાળાની સાપ્તાહિક વિશેષ ટ્રેનોના સંચાલનનો સમયગાળો નીચે પ્રમાણે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે:
09185 મુંબઈ સેન્ટ્રલ-કાનપુર અનવરગંજ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન 30મી જુલાઈ, 2022 (દર શનિવારે) સુધી લંબાવવામાં આવશે.
09186 કાનપુર અનવરગંજ-મુંબઈ સેન્ટ્રલ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન 31મી જુલાઈ, 2022 (દર રવિવારે) સુધી લંબાવવામાં આવશે.
આ ટ્રેનના રેક સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુધારેલા રેક સ્ટ્રક્ચર મુજબ આ ટ્રેનમાં કુલ 21 કોચ ફીટ કરવામાં આવશે. જેમાં 02 જનરલ સેકન્ડ ક્લાસ, 12 સ્લીપર ક્લાસ, 04 એસી થર્ડ ક્લાસ, 01 એસી સેકન્ડ ક્લાસ અને 02 એસએલઆર/ડી કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેન 02મી જુલાઈથી મુંબઈ સેન્ટ્રલથી અને 03મી જુલાઈથી કાનપુર અનવરગંજથી શરૂ કરવામાં આવશે.
09013 ઉધના જં.-બનારસ સમર વીકલી સ્પેશિયલ ટ્રેનને 26મી જુલાઈ, 2022 (દર મંગળવાર) સુધી લંબાવવામાં આવશે.
09014 બનારસ-ઉધના જં. સમર સાપ્તાહિક વિશેષ ટ્રેનના સંચાલનનો સમયગાળો 27 જુલાઈ, 2022 (દર બુધવારે) સુધી લંબાવવામાં આવશે.