રાજકોટ જિલ્લા પંચાયતના અનોખા પ્રયોગથી લોકો મેળવી શકશે કાપડની બેગ
- પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘટાડવા કપડાની બેગના વેન્ડિંગ મશીન મુકાયા
- જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતમાં કપડાની બેગના વેન્ડિંગ મશીન મુકાયા
- દરેક મશીનમાંથી 100 થેલી નીકળી શકે છે તે પછી ફરી લોડ કરાશે
સ્વચ્છ મિશન ભારતના ભાગરૂપે પ્લાસ્ટિક બેગના ઉપયોગ ઘટાડવા રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતમાં કપડાની બેગના વેન્ડિંગ મશીન મુકાયા છે.
11 તાલુકા પંચાયતમાં કપડાની બેગના વેન્ડિંગ મશીન મુકાયા
આ પણ વાંચો: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 2 નો આરંભ ગુજરાતમાંથી થશે
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે એક નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં પ્લાસ્ટિકના બેગને બદલે કાપડની બેગનો ઉપયોગ વધે તે માટે ખાસ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ઉપરાંત જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં પણ આવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે અને તેનો લોકાર્પણ કાર્યક્રમ પ્રમુખ ભુપતભાઈ બોદર કારોબારી ચેરમેન સહદેવ સિંહ જાડેજા તેમજ પંચાયતના સદસ્યો અને આગેવાનોની હાજરીમાં યોજાયો હતો.
લોકો કાપડની બેગ વેન્ડિંગ મશીનમાંથી મેળવી શકશે
આ પણ વાંચો: ભાજપ દ્વારા 25 અને 26 મી ઓગસ્ટે મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવશે
આ પ્રોજેક્ટ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની કચેરીઓમાંથી લોકો કાપડની બેગ વેન્ડિંગ મશીનમાંથી મેળવી શકશે. આવી બેગો દ્વારા પ્લાસ્ટિકના ઝબલા અને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડવામાં આવનાર છે. અમે હાલ બાર મશીન કાર્યરત કરી રહ્યા છીએ. જો પ્રોજેક્ટને સારો પ્રતિસાદ સાપડશે તો વધારાના મશીનો પણ કાર્યરત કરવામાં આવશે.
દરેક મશીનમાંથી 100 થેલી નીકળી શકે છે
આ પણ વાંચો: સુરતમાં નકલી ગન લઇ જ્વેલર્સને લૂંટવા પહોંચેલાં લૂંટારૂઓનો ફિયાસ્કો
આ વેન્ડિંગ મશીન દ્વારા સહેલાઈથી કાપડની બેગ મળી શકશે રૂપિયા પાંચનો સિક્કો નાખવાથી મશીનમાંથી કાપડની બેગ બહાર આવશે. લોકોને સહેલાઈથી પ્લાસ્ટિકની બેગ સામે કાપડની બેગ મળી રહે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 25,000 ની કિંમતે વેન્ડિંગ મશીન ખરીદીના દરેક તાલુકા પંચાયત કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં રાખવામાં આવ્યા છે. દરેક મશીનમાંથી 100 થેલી નીકળી શકે છે બાદમાં તેને ફરીથી લોડ કરવાનું હોય છે.