- આયોજન માટે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી
- ગુજરાતમાંથી શરૂ થનારી યાત્રામાં કાર્યકરોને જોડાવા આહવાન કરાયુ
- આ યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી જવાની છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રભારી અલકાબેન દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા આગામી સમયમાં યોજાનારી ભારત જોડો યાત્રા 2 , હાથ સે હાથ યાત્રા અને આવનારી લોકસભા ચૂંટણી-2024 ની તૈયારીના ભાગ રૂપે પાટણ જિલ્લા કોંગ્રેસની એક અગત્યની બેઠક મળી હતી .
આયોજન માટે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી
આ પણ વાંચો: સુરતમાં નકલી ગન લઇ જ્વેલર્સને લૂંટવા પહોંચેલાં લૂંટારૂઓનો ફિયાસ્કો
પાટણ શહેરમાં આવેલા નવા સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી અલકાબેન દેસાઈની અધ્યક્ષતામાં આગામી 2024 માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટેના આયોજન માટે તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા 1 માં કોંગ્રેસ પાર્ટીને મળેલી સફળતા બાદ આગામી સમયમાં રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા 2 શરૂ કરવામાં આવનાર છે અને આ યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી જવાની છે અને તેનો પ્રારંભ ગુજરાતમાંથી થવાનો છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આ ભારત જોડો યાત્રા નીકળવાની હોવાથી કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને લોકો વધુમાં વધુ આ યાત્રામાં જોડાય અને કોંગ્રેસ પાર્ટી વધુ મજબૂત બને તેના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાંથી શરૂ થનારી યાત્રામાં કાર્યકરોને જોડાવા આહવાન કરાયુ
આ પણ વાંચો: ભાજપ દ્વારા 25 અને 26 મી ઓગસ્ટે મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવશે
આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ગુલાબ ખાન રાઉમા, વિવિધ નેતાઓ, જિલ્લા , તાલુકા અને શહેરના પદાધિકારીઓ, કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .