ટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રયાન 3એ ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ કર્યા બાદ સમગ્ર દેશમાં દિવાળી, ફટાકડા ફોડી કરી ઉજવણી

Text To Speech
  • ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. દેશભરમાં ઉજવણી શરૂ, દિવાળી જેવો માહોલ.

આઝાદીના 75 વર્ષ બાદ ભારતે સમગ્ર વિશ્વમાં આજે ઇતિહાસ રચી દીધો છે. આજે ભારતની અંતરિક્ષ સંસ્થા ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલા Chandrayaan-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ થયું છે. ચંદ્રની સપાટી પર ઉપગ્રહ ઉતારનાર ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉપગ્રહ ઉતારનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ વડાપ્રધાન મોદીએ ઈસરોના ચેરમેન એસ.સોમનાથ સહિત ઈસરોની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં.

  • ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ સર્જાયો છે. સમગ્ર દેશમાં દિવાળી હોય એમ લોકો ફટાકડા ફોડી રહ્યા છે અને મીઠાઈઓ વહેંચી રહ્યા છે.

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ફટાકડા ફોડી ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ ની ઉજવણી કરવામાં આવી

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તિરંગો લહેરાવ્યો

આ પણ વાંચો: ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગઃ CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન

Back to top button