ટ્રેન્ડિંગનેશનલ

નેપાળમાં રસ્તા પર ચાલતી બસ અચાનક નદીમાં પડી, 8 થી વધુ મુસાફરોના મોત

Text To Speech
  • નેપાળમાં એક દર્દનાક બસ અકસ્માત થયો છે. રોડ પર જઈ રહેલી પેસેન્જર બસે અચાનક સંતુલન ગુમાવ્યું અને નદીમાં પડી છે. આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધવાની આશંકા છે.

નેપાળમાં એક પેસેન્જર બસ રસ્તા પર દોડતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગઈ છે. જેના કારણે તમામ મુસાફરોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બસની સાથે મુસાફરો ડૂબવા લાગ્યા હતા. બારીના કાચ તોડીને ઘણા મુસાફરો બસની છત પર આવી ગયા હતા. આ દરમિયાન બસ નદીમાં પડી હોવાની જાણ આસપાસના લોકોને થઈ હતી. બાદમાં આ અંગેની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી શકે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થઈ ચૂક્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આજે નેપાળના બાગમતી પ્રાંતમાં આ ઘટના બની હતી જ્યારે એક પેસેન્જર બસ મુખ્ય હાઇવે પરથી લપસીને નદીમાં પડી હતી. આમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. જ્યારે કાઠમંડુથી પોખરા જઈ રહેલી બસે કાબૂ ગુમાવ્યો અને બાગમતી પ્રાંતના ધાદિંગ જિલ્લાના ચાલીસે વિસ્તારમાં ત્રિશુલ નદીમાં પડી. અહેવાલમાં જિલ્લા પોલીસ કચેરીના નાયબ પોલીસ અધિક્ષક સંતુલાલ પ્રસાદ જયસ્વારને ટાંકવામાં આવ્યું છે, “અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે.

નાયબ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી, આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે, મૃત્યુઆંક વધી શકે છે.

આ પણ વાંચો: Chandrayaan 3 Landing: જો આખી યોજના સફળ રહી તો ભારતનો વાગશે દુનિયામાં ડંકો

Back to top button