‘ચંદ્રયાન 3 મિશનના વૈજ્ઞાનિકોને 17 મહિનાથી પગાર મળ્યો નથી’: દિગ્વિજય સિંહનો દાવો
ચંદ્રયાન 3 લેન્ડરના ચંદ્ર પર ઉતરાણને લઈને સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. લોકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારેકોંગ્રેસના વરિષ્ઠ દિગ્વિજય સિંહે ચંદ્રયાનના મિશનમાં રોકાયેલા વૈજ્ઞાનિકોને પગાર ન આપવાનો મુદ્દો ઉઠાવીને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.
ઈસરોના વૈજ્ઞાનિકોને 17 મહિનાથી પગાર મળ્યો ન હોવાનો દાવો
ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાનના સફળ લેન્ડિંગને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહની લહેર છે. બધા લોકો ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિરોમાં પૂજા-પાઠ અને હવન ચાલી રહ્યા છે. શાસક પક્ષની સાથે વિપક્ષના નેતાઓ પણ ચંદ્રયાન મિશનને લઈને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે વિપક્ષના કેટલાક નેતાઓ મોદી સરકાર દ્વારા વૈજ્ઞાનિકો સાથે કરવામાં આવી રહેલા ભેદભાવનો મામલો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે નથી.
આ પણ વાંચો : Chandrayaan 3: પાકિસ્તાની સીમા હૈદરે ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે રાખ્યું વ્રત
#WATCH हमें गर्व है कि इसरो के वैज्ञानिक चंद्रमा पर चंद्रयान की सफल लैंडिंग के लिए प्रयास कर रहे हैं। हम ईश्वर से उनकी सफलता के लिए प्रार्थना करते हैं लेकिन अखबारों में खबरें हैं कि ऐसा करने वाले वैज्ञानिकों को 17 महीने से वेतन नहीं मिला है। प्रधानमंत्री को इस पर भी ध्यान देना… pic.twitter.com/a0n2bACoea
— ANI_HindiNews (@AHindinews) August 23, 2023
જાણો દિગ્વિજય સિંહે શું કહ્યું ?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું છે કે “અમને ગર્વ છે કે ISROના વૈજ્ઞાનિકો ચંદ્ર પર ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે પ્રયત્નો કરી રહ્યા છે. અમે તેમની સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પરંતુ એવા અહેવાલો છે કે જે વૈજ્ઞાનિકોએ આ કર્યું છે તેમને 17 મહિનાથી પગાર મળ્યો નથી. વડાપ્રધાને આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ.” દિગ્વિજય સિંહનું કહેવું છે કે દેશના વૈજ્ઞાનિકોની ક્ષમતા અને સમર્પણ પર સમગ્ર દેશને ગર્વ છે. પરંતુ તેમની સુવિધાઓ અને લાગણીઓ સાથે રમત ન થવી જોઈએ.
દિગ્વિજય સિંહના આરોપો પર ભાજપનો પલટ વાર
દિગ્વિજય સિંહના આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે.પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે “આજે હું ખૂબ જ દુઃખ સાથે કહેવા માંગુ છું, આ માત્ર કમનસીબી નથી, દેશ વિરુદ્ધનું ષડયંત્ર છે. તમારી હિંમત કેવી રીતે થઈ, જ્યારે આપણા વૈજ્ઞાનિકોએ આટલી અથાક મહેનત કરી અને ચંદ્રયાનની અંદર આવા પ્રયોગો કર્યા. વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ આટલી મોટી સફળતા હાંસલ કરી છે.આપણે બધાએ તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણે બધાએ તેને કહેવું જોઈએ કે મિશન સફળ થવું જોઈએ. આ માટે દેશભરમાંથી 140 કરોડ લોકો જોડાયેલા છે. આ મહારાજ કહે છે કે તેમને પગાર નથી મળતો,આજનો દિવસ તમારા માટે અને અમારા માટે ખુશીનો દિવસ છે, વિશ્વ માટે આનંદનો દિવસ છે.દિગ્વિજય સિંહ, જો તમે આવી બાબતોમાં આનંદ કરો છો, તો તમે ભારતને બદનામ કરવામાં આનંદ કરો છો”.
આ પણ વાંચો : ભરૂચના જંબુસરમાં કેમિકલ લીકેજની ઘટના, 15 લોકો સારવાર હેઠળ