- બેંક ઓફ બરોડા (BOB) એ વિડિયો રી-કેવાયસી સેવા શરૂ કરી છે. આના દ્વારા ગ્રાહકોને તેમની બેંક શાખાની મુલાકાત લીધા વિના પણ KYC સંબંધિત કામગીરી પૂર્ણ કરવાની વૈકલ્પિક સુવિધા મળશે.
ઘણાં લોકોને હજી બેંક KYC કરાવાની બાકી છે, જ્યારે એમની જોડે બેંક શાખાએ જવાનો ટાઈમ નથી રહેતો તેવા લોકો હવે વીડિયો KYC સુવિધાનો ઉપયોગ કરીને બેંકમાં વિડિયોના માધ્યમાથી KYC કરી શકશે. આ વિડિયો KYC વ્યક્તિગત ખાતાધારકો જ કરી શકે છે જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો છે અને તેમનો આધાર નંબર અને પાન કાર્ડ છે.
બેંક ઓફ બરોડામાં KYC કરવાની શું છે પદ્ધતિ?
પ્રથમ પગલામાં, ગ્રાહકોએ બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર જઈને KYC માટે અરજી કરવી પડશે. ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, બેંક કર્મચારી વીડિયો કોલ કરીને KYC પ્રક્રિયા પૂર્ણ કરશે. આ દરમિયાન ગ્રાહકે પોતાની સાથે પાન કાર્ડ, એક સફેદ કાગળ અને વાદળી અથવા કાળા રંગની પેન રાખવાની રહેશે.
બેંકે કહ્યું કે કેવાયસી કોલ કોઈપણ કામકાજના દિવસે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. વિડિયો કૉલ પૂરો થતાંની સાથે જ ગ્રાહકની વિગતો બેંકના રેકોર્ડમાં અપડેટ થઈ જશે. ગ્રાહકને મેસેજ મોકલીને પણ આ અંગે જાણ કરવામાં આવશે. જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ વર્ષ 2021માં ડિજિટલ સેવિંગ એકાઉન્ટ્સ માટે વીડિયો KYC સુવિધા શરૂ કરી હતી. હવે તે તેના પરંપરાગત ગ્રાહકો સુધી પણ વિસ્તારવામાં આવી છે.
આ પણ વાંચો: આધાર ધારકોને UIDAIએ ચેતવણી આપી, આ ભુલ કરી તો મોટી સમસ્યા થઈ શકે