ટ્રેન્ડિંગનેશનલ

Chandrayaan 3: પાકિસ્તાની સીમા હૈદરે ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે રાખ્યું વ્રત

Text To Speech

સીમા હૈદરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો છે. જેમા તે ભારતના ચંદ્રયાન મિશનને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળે છે. આ માટે તેને વ્રત રાખ્યું છે. સીમા કહે છે કે જ્યાં સુધી ચંદ્રયાન સુરક્ષિત લેન્ડ નહીં થાય ત્યાં સુધી તે ઉપવાસ રાખશે.

ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સીમા હૈદરે રાખ્યું વ્રત

દેશના દરેક વ્યક્તિ ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિરોમાં પૂજા, યજ્ઞ અને હવન કરવામાં આવી રહ્યા છે અને મસ્જિદોમાં ચંદ્રયાન માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે પણ ચંદ્રયાનની સફળતા માટે ઉપવાસ રાખ્યા છે. સીમા હૈદરે એક વીડિયો શેયર કરીને કહ્યું કે તે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરે ત્યાં સુધી તે ઉપવાસ રાખશે.

ચંદ્રયાન-3-HDNEWS

સીમા હૈદરે ભગવાનને પ્રાર્થના કરતા પ્રતિજ્ઞા લીધી

સીમા હૈદરે ભગવાનને પ્રાર્થના કરતા પ્રતિજ્ઞા લીધી છે કે ચંદ્રયાનના સફળ ઉતરાણ સુધી તેમનો ઉપવાસ ચાલુ રહેશે. સીમાએ કહ્યું કે તેની તબિયત સારી નથી, તેમ છતાં તે ઉપવાસ કરી રહી છે કારણ કે તેનાથી વિશ્વમાં ભારતનો પ્રભાવ વધશે.તેમને રાધા-કૃષ્ણ પ્રત્યે ખૂબ જ આદર છે. તેઓ આશા રાખે છે કે ભગવાન તેમની ઈચ્છા ચોક્કસપણે પૂરી કરશે. સીમા કહે છે કે વડાપ્રધાન ચંદ્રયાનની સફળતા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ભારતનું નામ દુનિયામાં રોશન કરશે.

ભારત પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા સીમાના પ્રયાસ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર પર સતત સવાલો ઉઠી રહ્યા છે. યુપી એટીએસે થોડા દિવસ પહેલા તેની પૂછપરછ પણ કરી હતી. સીમાના પતિ સચિન અને સસરા નેત્રપાલની પણ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સીમા હૈદર સમયાંતરે પોતાને ભારતીય અને હિંદુ હોવાનું સાબિત કરતી રહે છે. થોડા દિવસો પહેલા 15 ઓગસ્ટના રોજ તેણે પરિવાર સાથે ટેરેસ પર તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા. આ પ્રસંગે સીમા હૈદરે ત્રિરંગાની સાડી પહેરી હતી. ત્યારે તેને રક્ષાબંધન પર વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથ સહિતનાઓને રાખડી પણ મોકલી છે.

આ પણ વાંચો : કેતકી વ્યાસના મળતિયાનો ઓડિયો થયો વાયરલ; કરોડોની મિલકતના ચોંકાવનારા ખુલાસા/હત્યાની આડકતરી ધમકી

Back to top button