ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિઝોરમઃ આઈઝોલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી, 17ના મોત

Text To Speech

મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતા 17 મજૂરોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે કારણ કે ઘટના સમયે ત્યાં 35-40 મજૂરો હાજર હતા. આ ઘટના રાજધાની આઈઝોલથી લગભગ 21 કિલોમીટરના અંતરે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.

અકસ્માતને લગતા સામે આવેલ પ્રાથમિક અહેવાલો અનુસાર, આ રેલ્વે પુલ સાયરાંગ પાસે કુરુંગ નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે બૈરાબી અને સાયરાંગ વિસ્તારની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જે રેલવે થાંભલા પડી ગયા છે તેની ઊંચાઈ લગભગ 104 મીટર એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ કરતાં 42 મીટર વધુ હોવાનું કહેવાય છે.

મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં, તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

Back to top button