ગુજરાતટોપ ન્યૂઝ

રક્ષાબંધનના તહેવારને લઈ એસટી નિગમનું વિશેષ આયોજન, દોડાવાશે વધારાની બસો

Text To Speech

રક્ષાબંધનના તહેવાર પર રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન,પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો ફાળવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. નિગમ આ વખતે 500થી વધારે વધારાની બસોનું સંચાલન કરશે.

રક્ષાબંધનના તહેવારને લઈ વધુ બસો દોડાવાશે

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બસોમાં મુસાફરોનો ઘસારો વધી ગયો છે. રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે. જેથી મુસાફરોને કોઈ અગવળ ન પડે. જાણકારી મુજબ આ વખતે 500 બસોની મદદથી રાજ્યભરમાં અંદાજે 2000 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

વધારાની બસો-humdekhengenews

આ પણ વાંચો : સુરતમાં મેયરને ગાડી છોડી મોટરસાઇકલ ઉપર બેસીને કેમ ભાગવું પડ્યું ?

રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ

ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. જેના કારણે બસોમાં વધારે ભીડ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જોવા મળતો હોય છે. મહત્વનું છે કે આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ 2023 બંન્ને દિવસે ઉજવવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ : મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો કહેર , માત્ર ઓગસ્ટમાં જ કુલ કેસ 1700ને પાર

Back to top button