સુરતમાં ઉનપાટિયા ખાતે વેફર લેવા ગયેલી સગીરાનું અપહરણ કરી પીંખી નાખી
- સગીરાનું અપહરણ કરી બળાત્કાર કેસમાં સલમાનને 20 વર્ષની સખ્ત કેદ
- આરોપી સલમાન ઉર્ફે સિંઘમને કોર્ટે સજા સાથે 50 હજારનો દંડ ફટકાર્યો
- કોર્ટે ઝડપી કામગીરી કરી સમાજમાં દાખલો બેસા્યો છે
સુરતમાં ઉનપાટિયા ખાતે વેફર લેવા ગયેલી સગીરાનું અપહરણ કરી પીંખી નાખી હતી. જેમાં સચીન નજીકના ઉન પાટિયા વિસ્તારમાંથી શ્રમજીવી પરિવારની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કેસમાં કોર્ટે આરોપી સલમાનને કસુરવાર ઠેરવીને 20 વર્ષની કેદ અને રૂપિયા 50,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: પાનમસાલાના વિક્રેતાઓને ત્યાંથી રૂ1.10 કરોડની ટેક્સચોરી ઝડપાઇ
પોલીસે કાર્યવાહી હાથ ધરીને સલમાન ઉર્ફે સિંઘમની ધરપકડ કરી
કેસ અંગેની વિગત મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને બિસ્લેરી પ્લાન્ટમાં કામ કરીને શ્રમિક પોતાની પત્ની અને ચાર સંતાનોનું ભરણ પોષણ કરે છે. પરિવારની 16 વર્ષિય સગીરા ઉન પાટિયા વિસ્તારમાં રહેતી તેની માસીના ઘરે રહેવા ગઇ હતી, જયાં ગત તા.14 ઓકટોબર 2022 ના રોજ માસીના ઘરેથી વેફર લેવા નીકળી હતી, રસ્તામાં આરોપી સલમાન ઉર્ફે સિંઘમ ઉર્ફે દાદા સત્તાર રજાક શાહ (ઉ.27) રહે, ખ્વાઝાનગર, માનદરવાજા સુરત (મુળ રહે,બલચપુરા, જી.જલગાંવ,મહારાષ્ટ્ર) એ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યુ હતુ.
આ પણ વાંચો: લો બોલો, રૂ.2000ની નોટબદલીમાં 3 મહીનામાં 2000 કરોડ બેંકોમાં ડિપોઝીટ આવી
સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી
આરોપી સગીરાને મહારાષ્ટ્રના માચુલવાડી ખાતે ઉપાડી ગયો હતો, જયાં સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ બાદ સગીરાની માતાએ સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરીને સલમાન ઉર્ફે સિંઘમની ધરપકડ કરી હતી. આ કેસ અંગે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, કોર્ટે ઝડપી કામગીરી મુજબ સમાજમાં દાખલો બેસે એ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ચંદ્રયાન-૩ની સફળતા માટે આજે સમુહ પ્રાર્થના કરાશે
સલમાનને કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની સજા
સરકાર તરફે એપીપી દિપેશ દવે એ કોર્ટ સમક્ષ ધારદાર દલીલ કરી હતી કે સગીર વયસ્કની દિકરીઓને લગ્નની લાલચ આપીને આરોપીઓ દ્રારા દુષ્કર્મ આચરવામાં આવે છે, જે ગંભીર બાબત છે. કસુરવારને સખ્ત સજા થાય જેથી અન્ય સગીરાઓ ગેરમાર્ગે નહીં દોરાશે નહી. સેશન્સ કોર્ટે સલમાનને કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 50,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.