ટ્રેન્ડિંગમનોરંજન

દિશા પરમારે બતાવ્યો બેબી બમ્પ, અભિનેત્રીએ તસવીરો કરી શેર

Text To Speech

દિશા પરમારે બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો છે. અભિનેત્રીએ ટી-શર્ટ પહેરી છે જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે.ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દિશા પરમારે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ ટીવી પર પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારાથી અભિનયની શરૂઆત કરી હતી. દિશા પરમાર આ દિવસોમાં પ્રેગ્નન્સીનો સમય માણી રહી છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં દિશા તેની ટી-શર્ટ ઉપર ખેંચીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે.

News & Views :: દિશા પરમારે પહેલી વખતે મેરિડ લાઈફ પર તોડ્યું મૌન, બોલી-હું  લકી છું કે...

દિશા પરમારે બતાવ્યો બેબી બમ્પ

બડે અચ્છે લગતે હૈ ફેમ અભિનેત્રી દિશા પરમાર આ દિવસોમાં ઘણી ખુશ છે. તે માતા બનવાની છે. દિશા પ્રેગ્નન્સીમાં પણ કામ કરી રહી છે. પરંતુ કામની વચ્ચે પણ તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ દિશા પરમારે શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : 2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુઃ બીજેપી સાંસદ સની દેઓલ

 

View this post on Instagram

 

A post shared by Disha Parmar Vaidya (@dishaparmar)

દિશાનો આ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે. દિશા પરમારના પતિ અને ગાયક રાહુલ વૈદ્યએ આ ફોટા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે માય બેબીઝ… રાહુલે આ કોમેન્ટ સાથે ઘણા દિલો પણ મોકલ્યા છે. અભિનેત્રીની આ પોસ્ટ ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

આ પણ  વાંચો : શું તેજસ્વી અને કરન કુન્દ્રાએ લગ્ન કર્યા છે? જાણો શું છે હકીકત

Back to top button