દિલ્હીમાં 3 દિવસ સુધી તમામ શાળા-કોલેજો, સરકારી કચેરીઓ બંધ રહેશે, CM કેજરીવાલે કરી મોટી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે G20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. શહેરની તમામ શાળાઓ,દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ હવે ત્રણ દિવસ માટે બંધ રહેશે.
CM Arvind Kejriwal approves the proposal to declare public holiday from 8th to 10th September in Delhi, in view of the G20 summit. All schools, govt offices including MCD offices will be closed on these dates https://t.co/105HOuR9mQ
— ANI (@ANI) August 22, 2023
દિલ્હી 8 થી 10 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે મુખ્ય સચિવ નરેશ કુમારે પોલીસ પ્રસ્તાવ સાથે જોડાયેલી ફાઇલ દિલ્હીના મુખ્યમંત્રીને મંજૂરી માટે મોકલી હતી. મુખ્યમંત્રીની મંજૂરી બાદ તેને લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી માટે મોકલવામાં આવશે.