ઉદયપુર: દરજી કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ગુરુવારે ઉદયપુરમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન લોકોએ વિરોધ સરઘસ પણ કાઢ્યું હતું. ભારે સુરક્ષા વચ્ચે શોભાયાત્રા દરમિયાન લોકોએ ભગવા ધ્વજ પણ લહેરાવ્યા હતા. ઉદયપુર હત્યાકાંડને લઈને લોકોમાં ભારે ગુસ્સો હતો. સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાના અહેવાલો સામે આવ્યો છે.કેસરી ધ્વજ સાથે લગભગ 1,000 વિરોધીઓ હત્યા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ન્યાયની તેમની માંગને પુનરાવર્તિત કરી રહ્યા હતા. જણાવી દઈએ કે મંગળવારે હિંસક દેખાવો બાદ શહેરની તમામ દુકાનો બંધ છે, જ્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આમ છતાં આ શોભાયાત્રા કાઢવામાં આવી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે, સીએમ અશોક ગેહલોત આજે કન્હૈયાલાલના પરિવારને મળવા જશે. તેમણે આશ્રિત પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.તેમણે કહ્યું છે કે, હું રાજ્યની જનતાને આશ્વાસન આપું છું કે જે રીતે POCSO એક્ટના ઘણા કેસોમાં તુરંત કાર્યવાહી કરીને ગુનેગારોને સજા આપવામાં આવી છે તેવી જ રીતે ઉદયપુર સહિત અન્ય કેસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આખું રાજ્ય કન્હૈયાલાલના પરિવાર સાથે ઊભું છે. આશ્રિત પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
ઉદયપુરની ઘટના પર કોંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું છે કે હું તેને આતંકવાદી હુમલો ગણીશ. સરકારે એમ પણ કહ્યું છે કે તેને આતંકવાદી હુમલાના દૃષ્ટિકોણથી જોવું પડશે. આરોપીઓ ઝડપાઈ ગયા છે અને તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એવી સજા મળે છે જે દેશ અને દુનિયામાં એક ઉદાહરણ બની રહે. પીડિત પરિવારને તમામ મદદ પૂરી પડાશે. આ ઘટનામાં જે કોઇ પણ જવાબદાર છે, કેટલો મોટો વ્યક્તિ કે અધિકારી કેમ ન હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.