ચાંદા મામા વિડિયોમાં કંઈક આવા દેખાયા, ISROએ વીડિયો શેર કર્યો

ચંદ્રયાન 3: 23 ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં સ્થાપિત કેમેરાએ ચંદ્રની તસવીરો લીધી છે.

ISROએ એક નાનો વીડિયો ટ્વીટ કરીને ‘લેન્ડર ઇમેજર કેમેરા 4’માંથી લીધેલી તસવીરો શેર કરી છે.

વીડિયોમાં ચંદ્રની સપાટી ખૂબ જ ચમકદાર દેખાઈ રહી છે, જેમાં ઘણી જગ્યાએ ખાડા પણ દેખાય છે.

લેન્ડર ઈમેજર કેમેરા 4માંથી ચંદ્રનો વિડિયો

ISROએ શેર કર્યો વિડિયો

દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની નજર:

ઇસરો ચીફે કહ્યું કે તેમણે નિર્ધારિત સમય પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ચંદ્રયાન-3ની અત્યાર સુધીની સફરમાં એવું કંઈ થયું નથી, જે ન થવું જોઈએ.

તેમણે કહ્યું કે તમામ સિસ્ટમોએ અત્યાર સુધી ઈસરોની જરૂરિયાત મુજબ કામગીરી  કરી છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ અંગે ઈસરોના વડાએ કહ્યું કે તૈયારીઓ  પૂર્ણ થઈ ગઈ છે.