ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

Hair Fall થઇ રહ્યો છે? રોજ ખાવ આ વસ્તુ, મળશે ચમત્કારિક લાભ

  • વાળ ખરવા એ આજે બ્યુટીને લગતી સૌથી સામાન્ય સમસ્યા
  • છોકરા કે છોકરીઓ બંને આ સમસ્યાનો સામનો કરે છે
  • આંબળાનો એક પ્રયોગ તમારા વાળ ખરવાનું પ્રમાણ ઘટાડશે

હેર ફોલ આજે સામાન્ય બાબત બની ગઈ છે. માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા લોકો હેર ફોલથી છુટકારો મેળવવા માટે ડોક્ટર્સના ક્લિનિકના ધક્કા ખાય છે. મોંઘી ફી ચૂકવ્યા પછી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થતી નથી. આયુર્વેદે હેર ફોલ (Hair Fall)ના ઘણા કારણો આપ્યા છે જેમ કે આનુવંશિક સમસ્યાઓ, એવો ખોરાક જેમાં વધુ પડતું મીઠું, ખાંડ, મરી- મસાલા હોય છે તે શરીરના પિત્તદોષમાં વધારો કરે છે, હોર્મોનલ અનિયમિતતા, ખરાબ જીવનશૈલી, તણાવ, અપૂરતી ઊંઘ અને પ્રદૂષણ વગેરે. હેર ફોલ (Hair Fall) અટકાવવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાય જણાવાયા છે, જેને અજમાવીને તમે એક મહિનામાં વાળ ખરતા રોકી શકો છો. જો તમારે વધુ હેર ફોલ થતો હોય અને તમને વધુ વાળ ખરતા દેખાય તો આમળા, સાકર અને દેશી ઘીનો ઉપાય કરવાનું ભૂલશો નહીં.

Hair Fall થઇ રહ્યો છે? રોજ ખાવ આ વસ્તુ, મળશે ચમત્કારિક લાભ hum dekhenge news

કેવી રીતે બનાવશો આ મિશ્રણ

અડધી ચમચી ઘી, અડધી ચમચી આંબળા પાવડર અને અડધી ચમચી સાકર. આ બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરી લો અને ખાલી પેટે તેનું સેવન કરો. સારી રીતે ચાવીને ખાવ.

Hair Fall થઇ રહ્યો છે? રોજ ખાવ આ વસ્તુ, મળશે ચમત્કારિક લાભ

આંબળા- સાકર અને ધીનું મિશ્રણ ખાવાના ફાયદા

આ જડીબુટ્ટી ઉર્જાદાયક છે. તે પોતાના ખાટા સ્વાદના કારણે તે વાત દોષને સંતુલિત કરે છે. આ ઉપરાંત તે સ્વાદમાં મીઠી અને પ્રકૃતિમાં ઠંડક આપનારી છે, તે પિત્ત દોષને સંતુલિત કરે છે . આ જડીબુટ્ટી શરીરમાં કફ દોષને સંતુલિત કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ત્રણેય દોષો (વાત, પિત્ત અને કફ) સંતુલિત રહે છે.

હેર ફોલ રોકવા માટે આ આયુર્વેદિક ડાયટ

વાળની ​​વૃદ્ધિ અને વાળની ​​તંદુરસ્તી સીધી રીતે પોષણ સાથે જોડાયેલા છે, તેથી તંદુરસ્ત, સંતુલિત આહાર જાળવવો મહત્વપૂર્ણ છે. તમારા આહારમાં વાળ માટે જરૂરી તમામ મહત્વના પોષક તત્વો હોવા જોઈએ. . જો તમે તમારા વાળ ઓછા ખરે તો તમારા ખોરાકમાં આ વસ્તુઓ સામેલ કરો. મગની દાળ, આમળા, કાકડી, છાશ, બદામ, અખરોટ, મગફળી, તલ, જીરું, નારિયેળ, ત્રિફળા, મેથીના દાણા, દાડમ, વરિયાળી, પાંદડાવાળા લીલાં અને શાકભાજી, ઈંડા અને વિટામિન B12ના અન્ય સ્ત્રોત.

Hair Fall થઇ રહ્યો છે? રોજ ખાવ આ વસ્તુ, મળશે ચમત્કારિક લાભ hum dekhenge news

વાળ વધારવાના આયુર્વેદિક ઉપચાર

  • આયુર્વેદિક તેલથી તમારા વાળમાં નિયમિત માલિશ કરો.
  • તમારા સ્કેલ્પને લાંબા સમય સુધી ડ્રાય ન રહેવા દો.
  • તમારા આહારમાં વાળનો ગ્રોથ થાય તેવા ખોરાકનો સમાવેશ કરો.
  • તમારી 7-8 કલાકની ઊંઘ પૂરી કરો. સૂતા પહેલા તમારા પગના તળિયાની માલિશ કરો, જેથી વાતનું સ્તર સંતુલિત થઈ શકે અને તમે અંદરથી શાંતિ અનુભવો.
  • દરરોજ શીર્ષાસન અને સર્વાંગાસન જેવા યોગ કરો. તેનાથી માથા તરફ લોહીનો પ્રવાહ વધે છે.

આ પણ વાંચોઃ સાવધાન ! શું તમે પણ નહિ કરતાને આવી રીતે મોબાઈલને ચાર્જ …

Back to top button