ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

સરકારની મોટી જાહેરાત; કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું- કુંભલગઢ હવે ટાઇગર રિઝર્વ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ રાજસ્થાનમાં એક ટાઇગર રિઝર્વને મંજુરી આપવામાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોમવારે ટ્વીટ કરીને કહ્યું કુંભલગઢને ટાઈગર રીઝર્વ તરીકે મંજુરી અપાઈ છે. ઉલ્લેખનિય છે કે, દેશમાં વાઘોની સંખ્યામાં વધારો કરવા માટે સરકાર સમાયાંતરે પગલા ભરતી રહી છે. કેટલાક સમય પહેલા રાજસ્થાનમાં આવેલા કુંભલગઢને વાઘો માટે રિઝર્વ કરવાની માંગણી ઉઠી હતી. સરકારે જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને વાઘોના વિકાસને લઈને કુંભલગઢ રિઝર્વ વિસ્તાર જાહેર કરી દીધો છે.

ભારતનું 54મું વાઘ અનામતઃ દેશમાં વધુ એક ટાઇગર રિઝર્વની જાહેરાત કરવામાં આવી છે.  કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોમવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમણે ટાઈગર રિઝર્વની યોગ્યતાઓ પણ જણાવી અને કહ્યું કે રાજસ્થાનનું કુંભલગઢ ટાઈગર રિઝર્વ ભારતનું 54મું ટાઈગર રિઝર્વ બન્યું છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટમાં કહ્યું કે  જણાવતા આનંદ થાય છે કે રાજસ્થાનના કુંભલગઢને ભારતનું 54મું વાઘ અનામત બની ગયું છે. આની પહેલા યુપીના રાણીપુર ટાઈગર રિઝર્વને મજુરી આપવામાં આવી હતી.

દેશમાં ટાઈગરોની સુરક્ષા કરવા માટે સરકારે લીધો મોટો નિર્ણય- કુંભલગઢ ટાઇગર રિઝર્વ

સામાજિક અને સાંસ્કૃતિક વિકાસઃ રાણીપુર ટાઈગર રિઝર્વને સૂચિત કર્યા પછી, તે ભારત સરકારના પ્રોજેક્ટ ટાઈગરનો ભાગ બન્યો. આ યોજના હેઠળ કેન્દ્ર કેટલીક વસ્તુઓમાં સરકાર 60 ટકા અને રાજ્ય સરકાર 40 ટકા આપશે. અન્ય વસ્તુઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર 50-50 ટકા શેર કરશે. આ ટાઈગર રિઝર્વના નિર્માણથી ડૂબી ગયેલા વિસ્તારમાં આવ્યા બાદ દેશના ટાઈગર રિઝર્વના વાઘ અહીં આવશે. તેમના પુનર્વસન સુરક્ષિત રીતે કરવામાં આવશે.

દેશમાં ટાઈગરોની સુરક્ષા કરવા માટે સરકારે લીધો મોટો નિર્ણય- કુંભરલગઢ ટાઈગર રિઝર્વ કુંભલગઢ, રાજસ્થાન

તેનાથી રાજ્યમાં વાઘની સંખ્યામાં પણ વધારો થશે. તે બુંદેલખંડ પ્રદેશમાં ઇકો-ટૂરિઝમને પણ પ્રોત્સાહન આપશે. પ્રદેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થશે. આ સાથે કુદરતી વાતાવરણને વધુ સારી રીતે સુરક્ષિત કરી શકાય છે. વાઘ અનામત બુંદેલખંડમાં સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પણ પૂરી પાડશે.

Back to top button