કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

કચ્છમાં કપૂતની કરતૂત, ખર્ચના પૈસા ન આપતા પુત્રએ ગેસ સિલિન્ડરથી ઘર ફૂંકી માર્યુ

Text To Speech

કચ્છમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને તમે પણ કહેશો કે, આવા તો કંઈ દીકરા હોતા હશે. ભુજના સુરપુરા ગામમાં કળિયુગના કપૂતે જે કર્યું તેનાથી ગામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

વાત ભુજના સુરપુરા ગામની છે. જ્યાં માતા-પિતા પાસે પુત્રએ ખિસ્સા ખર્ચ માટે પૈસા માંગ્યા હતા. પરંતુ, માતા-પિતા પાસે પૈસા નહોતા એટલે તેમણે પૈસા આપવાનો ઈન્કાર કર્યો, બસ આ સાંભળી મોબાઈલની ધૂનમાં મસ્ત બનેલો દીકરો ગુસ્સે થઈ ગયો. રોષમાં ભાન ભૂલેલા કુપુત્રએ માતા અને પિતાનું ગળુ દબાવી તેઓને ઢસડી માર માર્યો હતો. આટલેથી કળિયુગી કપૂતનો રોષ શમ્યો નહીં. જેથી, આરોપીએ ગેસ સિલિન્ડરને સળગાવી ઘર આગના હવાલે કરી પોતે બહાર ભાગી ગયો. જોકે, આ બાબતે સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી અને આગને કાબૂમાં લીધી હતી.

પોલીસે આ મામલે માતા-પિતાની ફરિયાદ લઈ આરોપી દીકરા વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી હાથધરી છે.

Back to top button