હેર કલર ઘરે જ કરતા હો તો અપનાવો હેર એક્સપર્ટની મહત્ત્વની ટિપ્સ
- કેટલાક લોકો માત્ર ગ્રે વાળ પર જ કલર કરી લે છે
- અમુક લોકો વાળને ધોયા વગર કલર કરી લે છે
- કેટલાક લોકો હેર કલર લાંબા સમય સુધી રાખે છે
કેટલાક લોકો હેર કલર શોખ માટે કરે છે, તો કેટલાક લોકો મજબૂરી માટે કરે છે. દરેક વ્યક્તિને દર મહિને પાર્લરમાં હેર કલર કરાવવો પોસાય તેમ નથી, તેથી મોટાભાગના લોકો ઘરે જ ગ્રે વાળ પર કલર કરી લે છે. કેટલાક લોકોને પોતાના કાળા વાળ પસંદ હોતા નથી અને અલગ કલર કરવાનો શોખ હોય છે, તેથી તેઓ ઘરે વાળમાં કલર કરવાનો ટ્રાય કરે છે.
જો કલર ધ્યાનથી ન લગાવવામાં આવે તો તમારા વાળને નુકસાન થઈ શકે છે. ક્યારેક વાળને બ્લીચ કરવાની પણ જરૂર પડે છે. જો વાળને રંગવામાં યોગ્ય પ્રોસેસ ફોલો કરવામાં ન આવે તો સારી રીતે કલર ચડતો નથી. હેર કલર સાથે જોડાયેલી કેટલીક ભૂલો અને સાવચેતીઓ છે જે હેર એક્સપર્ટ જાવેદ હબીબે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેને અનુસરો તો તમારા વાળને હેર કલરથી ક્યારેય નુકસાન નહીં થાય.
કલર કરતા પહેલા વાળને શેમ્પૂથી ધોઈ લો
કલર લગાવવાના એક દિવસ પહેલા તમારા વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો. શેમ્પૂ કરતા પહેલા એક રાત્રે તમારા વાળમાં ગરમ તેલથી માલિશ કરવાનું ભૂલશો નહીં. તેલ આખી રાત રાખ્યા પછી બીજા દિવસે સવારે શેમ્પૂ કરો. તમારા વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ લો. ઘણા લોકો માને છે કે હેર કલર લગાવતા પહેલા વાળ ન ધોવા જોઈએ કારણ કે તેનાથી હેર ડાઈ લાંબા સમય સુધી રહે છે, પરંતુ એવું હોતુ નથી.
વાળ પર લાંબા સમય સુધી કલર ન રાખો
તમે હેર કલરની કોઈપણ બ્રાન્ડ જોઇ લો. તેના પેકેટ પર લખેલુ જ હશે કે વાળમાં કલર કેટલા સમય સુધી રાખવો. જો તમે તમારા વાળ પર કલર સુચના કરતા વધુ સમય સુધી રાખશો તો તમારા વાળ વધુ ડાર્ક થઈ જશે. આવુ ઓક્સિડેશનને કારણે થાય છે. જે લોકોના વાળ ખૂબ જ ખરાબ અને પાતળા હોય તેમણે લાંબા સમય સુધી વાળ પર કલર ન રાખવો જોઈએ.
View this post on Instagram
કંજૂસાઈ ન કરો
જ્યારે પણ તમે તમારા વાળ પર હેર કલર લગાવો ત્યારે તમારા આખા વાળને તેનાથી ઢાંકવાનો પ્રયાસ કરો. જો તમે વાળને યોગ્ય રીતે કલરથી કવર નહીં કરો તો તમારા વાળ પર હળવો રંગ લાગશે. તે જોવામાં ખરાબ લાગશે. વાળને જ્યારે હેર કલરથી સારી રીતે કવર કરવામાં આવે છે ત્યારે તેનો ટોન જેવો છે તેવો જ વાળ પર ચઢે છે.
કન્ડિશનર લગાવવાનું ભૂલશો નહીં
વાળમાં કલર લગાવવાથી ખોપરી ઉપરની ચામડીના છિદ્રો ખુલે છે, જેના કારણે તમારા વાળને નુકસાન થવાની અને તે ડ્રાય થવાની શક્યતાઓ વધી જાય છે. તેનાથી બચવા માટે વાળ ધોયા પછી વાળમાં સારું કંડીશનર લગાવવાનું ભૂલશો નહીં. બજારમાં ઘણા પ્રકારના શેમ્પૂ અને કન્ડિશનર ઉપલબ્ધ છે, જે ફક્ત કલર કરેલા વાળ માટે જ બનાવવામાં આવે છે. તમારા વાળને નુકસાન ન થવું જોઈએ અને તેનો રંગ લાંબા સમય સુધી રહેવો જોઈએ,આ માટે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર લગાવો.
આ પણ વાંચોઃ પાડોશીઓ સાથેના સંબંધોને બહેતર બનાવવા ફોલો કરો જરૂરી ટિપ્સ