કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દ્વારકા એક્સપ્રેસ વે તૈયાર, નીતિન ગડકરીએ વિડીયો શેર કરી કહ્યું- જાઓ અને જુઓ, ખૂબ સુંદર બનાવવામાં આવ્યો છે…

  • દ્વારકા એક્સપ્રેસ વે બનીને તૈયાર
  • નીતિન ગડકરીએ દિલ્હી-હરિયાણાને જોડતા દ્વારકા એક્સપ્રેસ વેનો વીડિયો શેર કર્યો

દ્વારકા એક્સપ્રેસ વે બનીને તૈયાર થઈ ગયો છે.29 કિલોમીટર લાંબો દ્વારકા એક્સપ્રેસ વે દેશનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે છે. જેમાં આઠ લેનમાં પહેલુ સિંગર પિલર ફ્લાયઓવર બનેલુ છે. આ એક્સપ્રેસ વેનું પૂર્ણ થવાથી દ્વારકાથી આઈજીઆઈ એરપોર્ટ સુધી અવર-જવરમાં લગભગ પાંચ મિનિટ લાગશે અને ગુડગાંવના રહેવાસીઓની અવરજવર સરળ થઈ જશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી-હરિયાણાને જોડતા દ્વારકા એક્સપ્રેસ વેનો વીડિયો શેર કર્યો છે. તેમણે આને એન્જિનિયરિંગનો ચમત્કાર ગણાવ્યો છે. ગડકરીએ કહ્યું કે, આ એક્સપ્રેસ વે ત્રણ-ચાર મહિનામાં શરૂ થઈ જશે. લોકોએ જઈને જોવું જોઈએ. આટલો સુંદર સ્ટેટ ઓફ આર્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે જે 100 વર્ષ સુધી નહીં ભૂલી શકો. દ્વારકા એક્સપ્રેસ વે દેશનો પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે છે. 563 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે. આ દેશનો પહેલો આવો એક્સપ્રેસ વે છે, જેના માટે 1200 વૃક્ષોનું રિપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.

  • એક્સપ્રેસ વે ની વિશેષતાઓ

– આ 29 કિમી લંબાઈ ધરાવતો દેશનો પહેલો એલિવેટેડ 8-લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે હરિયાણામાં 18.9 કિમી સિંગલ પિલર પર 34 મીટર પહોળો અને દિલ્હીમાં 10.1 કિમી લંબાઈનો બની રહ્યો છે.

– દ્વારકા એક્સપ્રેસ વે પર ટોલ સંગ્રહનું કામ સંપૂર્ણ રીતે સ્વચાલિત હશે અને સંપૂર્ણ પરિયોજના કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા (આઈટીએસ) થી યુક્ત હશે.

– આ એક્સપ્રેસ વે નું રોડ નેટવર્ક ચાર સ્તરનું છે- ટનલ, અંડરપાસ, ગ્રેડ રોડ, એલિવેટેડ રોડ અને ફ્લાયઓવરની ઉપર ફ્લાયઓવર બની રહ્યો છે.

– એક્સપ્રેસ વે ની બંને તરફ 3- લેનનો સર્વિસ રોડ બનવા જઈ રહ્યો છે અને દિલ્હીમાં દેશની સૌથી પહોળી 3.6 કિમી લંબાઈની 8-લેન ટનલ બનાવવામાં આવી રહી છે.

– આનાથી હરિયાણા અને પશ્ચિમ દિલ્હીના લોકોની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી સારી થશે. હરિયાણામાં આ એક્સપ્રેસ વે પટૌદી રોડ એસએચ-26 માં હરસરુ નજીક અને ફારુખનગર (એસએચ-15 એ) માં બસઈ નજીક ઈન્ટરસેક્ટ કરશે.

– આ દિલ્હી-રેવાડી રેલલાઈનમાં ગુડગાંવ સેક્ટર-88 (બી) નજીક અને ભરથલમાં UER-II ને પણ ક્રોસ કરશે. એક્સપ્રેસ વે ના ગુડગાંવ સેક્ટર- 88,83,84,99,113 થી થતા દ્વારકા સેક્ટર-21 સાથે ગ્લોબલ સિટી સાથે જોડવામાં આવશે.

દ્વારકા એક્સપ્રેસ વે વિવાદને લઈ ગડકરીએ જવાબ આપ્યો

મહત્વનું છે કે,દ્વારકા એક્સપ્રેસ વે બનીને તૈયાર થતાની સાથે જ વિવાદમાં આવી ગયો છે. દ્વારકા એક્સપ્રેસ વે અંગેના કેગના રિપોર્ટને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે પહેલીવાર જવાબ આપ્યો છે. કેગના રિપોર્ટ પર બોલતા ગડકરીએ કહ્યું કે, દ્વારકા એક્સપ્રેસ વે પર કૌભાંડની વાત ખોટી છે. તેનાથી વિપરીત, દ્વારકા એક્સપ્રેસ વે પર 12 ટકા નાણાંની બચત થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટે સંસદમાં રજૂ કરાયેલા CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણમાં નિયત રકમ કરતાં વધુ નાણાં ખર્ચવામાં આવ્યા હતા. આ અંગે વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો : CAGના અહેવાલને ટાંકીને કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર કર્યા પ્રહાર; માંગ્યો જવાબ

Back to top button