ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અલીગઢમાં ‘હિંદુ ગૌરવ દિવસ’ નિમિત્તે અમિત શાહે કરી ગર્જના; કહ્યું- કોંગ્રેસે રામમંદિરનું કામ અટકાવ્યું

Text To Speech

અલીગઢમાં અમિત શાહઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે આજે અલીગઢમાં ‘હિંદુ ગૌરવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં હતા. અમિત શાહે અહીં તેમના ભાષણ દરમિયાન તેમની સરકારના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઝડપી વિકાસ થયો છે.

રામમંદિરનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું કે, રામમંદિરનો શિલાન્યાસ કરવાના દિવસે મેં બાબુજીને ફોન કર્યો અને તેમણે કહ્યું કે મારા જીવનનો હેતુ પૂરો થઈ ગયો છે. સાથે જ પોતાના વખાણ કરતા કહ્યું કે અમારી સરકારે શૌચાલય બનાવ્યા, ગરીબોને રાશન આપ્યું. વધુમાં તેમણે જનતાને 2024માં ભાજપને 80 સીટો આપવા અને નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવાની અપીલ કરી.

‘કોંગ્રેસે રામ મંદિરનું કામ અટકાવ્યું’
અમિત શાહે તેમના ભાષણ દરમિયાન કહ્યું, “કોંગ્રેસ પાર્ટી આઝાદી પછીથી શ્રી રામ જન્મભૂમિના મુદ્દાને અટકાવી રહી હતી અને ભટકાવી રહી હતી, પરંતુ વડાપ્રધાન મોદીએ કોર્ટના નિર્ણય પછી વિલંબ કર્યા વિના શ્રી રામજન્મભૂમિનો મુદ્દો ઉકેલી નાખ્યો અને ભગવાન શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન કર્યું.

સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું, “સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડ્યા વિના આદરણીય કલ્યાણ સિંહ ‘બાબુજી’એ ત્રણ લક્ષ્યો પર ભાર મૂક્યો હતો. પ્રથમ શ્રી રામ જન્મભૂમિ ચળવળને વેગ આપવાનો હતો, બીજો ગરીબોનું કલ્યાણ અને ત્રીજો પછાત લોકોનું કલ્યાણ હતો.”  વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાબુજીના કાર્યને આગળ લઈ રહ્યા છે. કરોડો ગરીબોના ઘરોમાં પાણી અને વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.”

આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટની કાઢી ઝાટકણી; કહ્યું સુપ્રીમ કોર્ટથી વિરૂદ્ધ કેવી રીતે આપી શકે છે નિર્ણય

Back to top button