‘હર હર મહાદેવ કી જય’નો નાદ કર્યો અને કાળ ભરખી ગયો, જુઓ યાત્રીઓનો અંતિમ વિડીયો
- ‘હર હર મહાદેવ’ના નાદ કરતા ભક્તોની અંતિમ ક્ષણ
- ભોળાની ભક્તિમાં લીન હતા યાત્રિકો ને અચાનક કાળ ભરખી ગયો
- બસનું બેલેન્સ બગડતાં એક પછી એક ભક્તો ખાઈમાં પડ્યા
હાલ મોટી સંખ્યામાં લોકો ચારધામની યાત્રાએ જતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવી જ રીતે ગુજરાતથી ચારધામ યાત્રાએ જઈ રહેલી બસને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો હતો. જેમાં ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે ગઈકાલે સાંજે એક બસ ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાનાં સાત લોકના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે 27 લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જોકે,હાલ ભાવનગરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અક્સ્માત પહેલાનો અંતિમ વિડીયો સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઉતરાખંડમાં થયેલી બસ દુર્ઘટનામાં હર્ષોલ્લાસથી જઈ રહેલા યાત્રિકોનો એક વીડિયો સામે આવ્યો છે. ઉતરાખંડ પ્રવાસે ગયેલા ગુજરાતીઓને ગંગોત્રી તરફથી પરત ફરતા હતા. તે સમયનો અંતિમ વીડિયો સામે આવ્યો છે.આ અંતિમ વીડિયોમાં તમામ પ્રવાસીઓ બસમાં હર હર મહાદેવના નાદ કરતા મુસાફરી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ચારધામની યાત્રાએ ગયેલા પતિ-પત્ની, બહેન-ભાઈ, મિત્રો મહાદેવની ભક્તિમાં લિન હતા. બસમાં ગાઈડ તમામને સ્થળ વિશે જાણકારી આપી રહ્યા હતા. રસ્તો ખૂબ જ ખરાબ હતો. અચાનક ડ્રાઈવરે સ્ટેઈરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સીધી 50 મીટર ઊંડા ખાડામાં ખાબકી અને મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી.આ ભયંકર દુર્ઘટનાની થોડી ક્ષણ પહેલાં જ બસમાં સવાર એક યાત્રિકે એક વીડિયો ઉતાર્યો હતો.
ઉત્તરાખંડમાં 'હર હર મહાદેવ કી જય'નો નાદ કર્યો અને કાળ ભરખી ગયો, જુઓ યાત્રીઓનો અંતિમ વિડીયો#Uttarakhand #Uttarakhandnews #Harharmahadev #accident #BusAccident #Video #news #NewsUpdate #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/BU29JxWVOy
— Hum Dekhenge News (@humdekhengenews) August 21, 2023
ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં 7 મૃતકોનાં નામ
ગણપત રાય મહેતા
દક્ષાબેન મહેતા
મીનાબેન ઉપાધ્યાય
રાજેશ મેર
ગીગાભાઈ ભામર
અનિરુદ્ધ જોશી
કરણજીત ભાટી
ભાવનગરના 31 યાત્રીઓમાંથી 9 મહિલા અને 23 પુરુષ
(ટ્રાવેલર્સના મેનેજર) અશ્વિન જાની થયા ઈજાગ્રસ્ત
(ડ્રાઈવર) મુકેશ ફૂલચંદ, ક્લીનર સંજુ રમેશ ઈજાગ્રસ્ત
કેતન રાજ્યગુરુ, દિપ્તીબેન રાજ્યગુરુ ઈજાગ્રસ્ત
ઘનશ્યામ જોશી, હરેન્દ્ર ઝાલા, હેતલ રાજ્યગુરુ ઈજાગ્રસ્ત
જયદીપ મુન્નાભાઈ, જિતેન્દ્રકુમાર ગોહિલ ઈજાગ્રસ્ત
દેવકુરબેન કેવડિયા, મિરલબેન, સુરેશભાઈ ઈજાગ્રસ્ત
મનીષ પઢેરિયા, નયના પઢેરિયા, વિવેક પઢેરિયા ઈજાગ્રસ્ત
અશોકસિંહ ગોહિલ, ગોડાભાઈ, દિપ્તી ત્રિવેદી ઈજાગ્રસ્ત
વિજય રાઠોડ, નીરજ દવે, જતીન ભાટી, ગીરુભા રાઠોડ ઈજાગ્રસ્ત
બ્રિજરાજસિંહ ગોહિલ, રેખાબેન, કમલેશ ઉપાધ્યાય ઘાય
સંજય મકવાણા, ભરત પ્રજાપતિ ઈજાગ્રસ્ત
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા સોશિયલ સાઈટ ‘એક્સ’ પર પોસ્ટ કરીને લખ્યું, “ગંગનાનીમાં ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહેલી બસના અકસ્માતને કારણે કેટલાક લોકોની જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. પ્રશાસનને તાત્કાલિક રાહત અને બચાવ “કાર્ય હાથ ધરવા સાથે, ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવાન મૃત આત્માઓને સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બધા ઇજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”
આ પણ વાંચો : ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃતકોની સત્તાવર સંખ્યા 7 જાહેર કરાઈ, 3 મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ