ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

AAP ગુજરાતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી વિખેરાતી જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલાં જ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ તેમણે શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

આપ – કોંગ્રેસનું ગઠબંધન થાયએ પહેલાં તો આપ નેતાઓ આમ આદમી પાર્ટીને ટાટા-બાય બાય કહી રહ્યા છે. લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી નેતાઓ એકબાદ એક પાર્ટીના હોદ્દેદારો AAP છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અગાઉ બે ઉપ-પ્રમુખે પાર્ટી છોડ્યા બાદ વધુ એક ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીનો AAPના નેતૃત્વ યોગ્ય ન હોવાથી આપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

આપ પાર્ટીને ગુજરાતમાં ઉભી કરવામાં ભેમાભાઈનો મહત્વનો ફાળો રહ્યો છે. ગઈ વિધાનસભાની ચૂટણીમાં દિયોદર વિધાનસભાથી ચૂટણી લડ્યા હતા. તેમણે સારુ પરિણામ મેળવ્યું હતું પરંતુ જીત મેળવી શક્યા ન હતા. કોંગ્રેસમાં જોડાયેલ ભેમાભાઈએ AAP વિષે જણાવ્યું કે હવે ગુજરાત AAPમાં યોગ્ય નેતૃત્વ નથી રહ્યું. ચૂંટણી બાદ શીર્ષ નેતૃત્વ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું એના કારણે કાર્યકરો આપ છોડીને જઈ રહ્યા છે.

આ પણ વાંચો: આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 65થી વધુ સાંસદોની ટિકિટ કાપે તેવી શક્યતા, જાણો ગુજરાતમાં શું થશે?

Back to top button