આણંદ કલેટર હની ટ્રેપ કેસ : કેવી રીતે અને ક્યાં સ્પાય કેમેરા ગોઠવાયા તેનો થશે ખુલાસો
- કેવી રીતે ક્યાં કેમેરા લગાવ્યા અને ડેટા કોની પાસેથી લીક થયો ?
- કેતકી વ્યાસ અને જ્યેશ પટેલ તેમજ અન્ય લોકોની પણ તપાસ
- તમામ આરોપીઓના ટેબલ તપાસ હાથ ધરવામાં આવશે
આણંદ કલેકટર હની ટ્રેપ મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં રવિવારના રોજ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ ત્રણેય આરોપીઓને કલેકટર કચેરી ખાતે લાવ્યા હતા. જેમાં કેતકી વ્યાસને નાયબ મામલતદાર જયેશ પટેલ અને ખાનગી વ્યક્તિ હરીશ ચાવડા ક્લેકટર કચેરી લાવી સમગ્ર હની ટ્રેપ ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું હતું.
આ દરમિયાન ક્યાં અને કેવી રીતે સ્પાય કેમેરા ગોઠવાયા હતા તેનું રિકન્ટ્રક્શન કલેક્ટરની ચેમ્બર્સમાં કરાયું હતું. તેમજ તપાસ દરમિયાન કેવી રીતે વીડિયો બનાવીને લીક કરવામાં આવ્યો તેના અંગે પણ તપાસ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આણંદના સસ્પેન્ડેડ કલેકટર ડી.એસ. ગઢવીને હની ટ્રેપ પ્રકરણમાં કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવીને તેઓને ફ્સાવીને હનીટ્રેપનું ષડયંત્ર રચાયું હતું.
આ મામલે આણંદના તત્કાલીન એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ તથા કલેકટર કચેરીના એક નાયબ મામલતદાર જયેશ પટેલ સહિત અન્ય ખાનગી શખ્સ હરેશ ચાવડા ની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રવિવારના રોજ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્રણેય આરોપીઓને કલેક્ટર કચેરીએ લાવી ક્યાં અને કેવી રીતે સ્પાય કેમેરા ગોઠવવામાં આવ્યા હતા તેનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
હજુ વધુ મહત્વના ખુલાસાઓ સામે આવવાની શક્યતા જણાઈ રહી છ. તેમજ જમીન શાખા વિભાગમાં પણ ત્રણેય આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા જ્યાં જમીન શાખામાં નાયબ મામલતદાર જયેશ પટેલનું ટેબલ તપાસ હાથ ધરાઈ હતી.