અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULEમાં વાંચો નવસારીમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, કોંગ્રેસે CWCની નવી ટીમની કરી જાહેરાત, જાણો કેમ રશિયાનું મિશન મૂન કેમ ફેલ થયું

નવસારીમાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયુ છે.
રાજ્ય અને દેશમાં અચાનક મોત થવાના કેસમાં ખુબ જ મોટો વધારો થયો છે. એક વખત ફરીથી નવસારીમાં એક રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે. બે દિવસ પહેલા જ વડોદરામાં 18 વર્ષના બાળકનું હાર્ડ એટેકેના કારણે મોત થયું છે. તેવામાં એક વખત ફરીથી એક યુવાને હાર્ટ એટેકના કારણે મોત થતાં ચકચાર મચી જવા મચી જવા પામી છે.હીરાની ફેકટરીમાં નોકરી કરતા રત્નકલાકારનું હાર્ટ એટેકથી મોત થયુ છે. નવસારીની આર.સી જેમ્સના રત્નકલાકાર યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે.

વધુ વાંચો : હાર્ટ એટેકે; 24 વર્ષના વધુ એક તંદુરસ્ત યુવકનું અચાનક મોત

યુવતી યુવક સાથે ભાગી જતા ડીંડોલીમાં તેની બહેનપણીને નિર્વસ્ત્ર કરી માર માર્યો
ઘણીવાર બીજાના કર્મની સજા અન્ય કોઈને ભોગવવી પડતી હોય છે. આવું જ કંઈક સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવતી સાથે થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં પરિવારની એક યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવીતીની બહેનપણીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

વધુ વાંચો : સુરતમાં યુવક યુવતી સાથે ભાગી જતા બહેનપણીને મળી સજા, ભોગ બનનારે આપઘાત કરી લેતા પરિવારે કર્યા ગંભીર આક્ષેપ

સની દેઓલે લોનની મોટી રકમ ન ચૂકવતા બંગલાની થશે હરાજી
સની દેઓલ આ દિવસોમાં ‘ગદર 2’ ફિલ્મને લઈને ચર્ચામાં રહ્યા છે. તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મના 22 વર્ષ પછી પણ લોકોમાં આવો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તે બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. છેલ્લા બે દાયકાથી અભિનેતાની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. દરમિયાન, અભિનેતા વિશે હવે સમાચાર આવી રહ્યા છે કે તેનો મુંબઈનો બંગલો હરાજી થવાના આરે છે.

વધુ વાંચો : કરણ દેઓલના સંગીતમાં સની દેઓલે અને દાદા ધર્મેન્દ્રએ કર્યો ‘યમલા પગલા દીવાના’ પર જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો

રશિયાનું લુના-25 ચંદ્ર મિશન નિષ્ફળ
અવકાશમાં મોકલેલા રશિયાના મિશન મૂનને મોટો આંચકો લાગ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે રશિયાનું લુના-25 અવકાશયાન અનિયંત્રિત ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કર્યા બાદ ચંદ્ર પર તૂટી પડ્યું છે. આ પહેલા શનિવારે જ સમાચાર આવ્યા હતા કે લેન્ડિંગ પહેલા રશિયાના મૂન-મિશન લુના-25માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. 21 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થવાનું હતું.

વધુ વાંચો : Russia Luna-25 Moon Mission: રશિયાનું લુના-25 ચંદ્ર મિશન નિષ્ફળ, ચંદ્રની સપાટી સાથે અથડાયું

લોકસભા ચૂંટણીમાં ભાજપ 65થી વધુ સાંસદોની ટિકિટ કાપે તેવી શક્યતા
20 ઓગસ્ટ 2024માં આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. INDIAની રચના કરીને વિપક્ષો એક થયા હોવાથી, ભાજપ હવે સમગ્ર દેશમાં તેના વર્તમાન સાંસદોના રિપોર્ટ કાર્ડને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરી રહ્યું છે, જેઓ ફરી એકવાર જીત મેળવી શકે છે તેની ઓળખ કરી શકે છે.

વધુ વાંચો : આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 65થી વધુ સાંસદોની ટિકિટ કાપે તેવી શક્યતા, જાણો ગુજરાતમાં શું થશે?

કોંગ્રેસે CWCની નવી ટીમની કરી જાહેરાત
કોંગ્રેસ દ્વારા વર્કિંગ કમિટીની જાહેરાત કરવામાં આવી છે. ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટીમમાં કયા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. હવે જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં સચિન પાયલટનું નામ પણ રાખવામાં આવ્યું છે. આ યાદીમાં ગુજરાતમાંથી જગદીશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.

વધુ વાંચો : ચૂંટણી 2024: કોંગ્રેસે CWCની નવી ટીમની કરી જાહેરાત; જગદીશ ઠાકોરને મળી જગ્યા

વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફરી ફેરફારની શક્યતા
ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 46 દિવસ માટે ODI વર્લ્ડ રમાશે, જેમાં 48 મેચો રમાશે. ગત વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં 5 ઓક્ટોબરે પ્રથમ મેચ રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રૂપ સ્ટેજની 45 મેચો રમાશે. જો કે, આ ટાઈમટેબલમાં ફેરફાર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે, હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશને BCCIને એક બાદ એક મેચ યોજામાં મુશ્કેલીને લઈ પત્ર લખ્યો હોવાનું જાણવા મળેલ છે.

વધુ વાંચો : HCAએ BCCIને લખ્યો પત્ર, વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફરી ફેરફારની શક્યતા, તારીખ બદલાશે તો ચાહકોને મોટી મુશ્કેલી

Back to top button