ડબ્બા ડ્રેટિંગ-સાઈબર ક્રાઈમમાં વધારો; મુંબઈના વૃદ્ધ સાથે 17 લાખની છેતરપિંડી
મુંબઈ: સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગના અપરાધ પ્રતિદિવસ વધી રહ્યાં છે. જોકે, પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચી શકી રહ્યાં નથી. દેશભરમાંથી લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં ડબ્બા ટ્રેડિંગ અને સાઈબર ક્રાઈમ વચ્ચેની ભેદરેખાને પારખવી મુશ્કેલ થઈ પડી છે. ફોન કરીને કરવામાં આવતી છેતરપિંડીને પણ સાઈબર ક્રાઈમમાં ખપાવવામાં આવી રહી છે. અપરાધીઓ પ્રતિદિવસ લોકોને છેતરવાની અવનવી ટેકનિકો શોધી રહ્યાં છે.
દેશની જનતા સાથે પ્રતિદિવસ લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. સામાન્ય વ્યક્તિઓની આખા જીવનની કમાણી આવા અપરાધીઓ પડાવી લે છે અને પોલીસ પણ તેમની મદદ કરી શકતી નથી. આવા અનેક પરિવાર છે, જેઓ સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગ કરનારાઓના શિકાર થયા છે. તેઓનું જીવન ખુબ જ આર્થિક સકડામણમાં ફસાઈ જાય છે. દેશમાં આત્મહત્યા સુધીની સમસ્યાઓ આર્થિક સકડામણના કારણે વધી રહી છે.
સાઈબર છેતરપિંડી કરનારાઓએ નવી મુંબઈમાં એક વૃદ્ધ વ્યક્તિને ઓનલાઈન કામ માટે ચૂકવણી કરવાના બહાને રૂ. 17 લાખની છેતરપિંડી કરી હતી. આ માહિતી આપતા મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે નેરુલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સાયબર છેતરપિંડી કરનારાઓ વૃદ્ધો, નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને એકલા રહેતા લોકોને નિશાન બનાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.
આ પણ વાંચો-આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 65થી વધુ સાંસદોની ટિકિટ કાપે તેવી શક્યતા, જાણો ગુજરાતમાં શું થશે?
મુંબઈમાં વૃદ્ધાની આખા જીવનની કમાણી અપરાધીઓએ પડાવી લીધી છે. હવે તમે જ વિચાર કરો કે, તે વૃદ્ધાની આખા જીવનની કમાણી જતી રહી હોવાના કારણે આગળનું તેમનું જીવન કેવી રીતે તેઓ પસાર કરશે. મુંબઈ જેવી મેઘાસીટીમાં જીવન પસાર કરવું સામાન્ય વાત નથી. મુંબઈમાં રહેવું જ પડકારજનક છે. હવે તેમના જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવશે? પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે. પરંતુ તેમના પૈસા પાછા આવશે કે નહીં તે અંગે કોઈ જ જવાબ આપી શકે તેમ નથી.
ઈ-કોમર્સ કંપનીના પ્રતિનિધિ બનીને વડીલ સાથે કરવામાં આવી છેતરપિંડી
પોલીસ અધિકારીએ કહ્યું, “આ કેસમાં ચાર વ્યક્તિઓએ એક અગ્રણી ઈ-કોમર્સ કંપનીના પ્રતિનિધિ તરીકે વૃદ્ધ વ્યક્તિને અલગ-અલગ તારીખે બોલાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રોડક્ટ્સ પર તેના મંતવ્યો શેર કરવા બદલ વ્યક્તિને ચૂકવણી કરવાની ઓફર કરી હતી.” તેણે કહ્યું કે વૃદ્ધ વ્યક્તિએ તેના પર વિશ્વાસ કર્યો અને એપ્રિલથી મે 2023 સુધીમાં તેને અનેક હપ્તામાં કુલ 17 લાખ રૂપિયા આપ્યા હતા.
ઈન્ડિયન પીનલ કોડ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું, “બાદમાં પીડિત, એક વૃદ્ધ વ્યક્તિને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.” ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં 80 વર્ષના વૃદ્ધ સાથે 1.02 લાખ રૂપિયાની છેતરપિંડી
અગાઉ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં એક 80 વર્ષીય વ્યક્તિએ તેમના મોબાઈલ નંબર 155 રૂપિયામાં રિચાર્જ કરવાનો પ્રયાસ કરતી વખતે 1.02 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ ગઇ હતી. પોલીસને ફરિયાદ કરનાર એક નિવૃત્ત બેંક મેનેજરે જણાવ્યું હતું કે તેણે 25 જુલાઈના રોજ પ્રી-પેડ રિચાર્જ માટે 155 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. તેના બેંક ખાતામાંથી પૈસા કપાઈ ગયા, પરંતુ રિચાર્જ નિષ્ફળ ગયું હતું.
આ પછી કસ્ટમર કેર એક્ઝિક્યુટિવએ વૃદ્ધાને બોલાવીને બેંકનો સંપર્ક કરવા કહ્યું. જ્યારે તે બેંકમાં ગયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના ખાતામાંથી 155 રૂપિયા કપાઈ ગયા છે. ત્યારબાદ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવે તેને એક એપ ડાઉનલોડ કરવાનું કહ્યું અને તેના ખાતામાંથી એક લાખથી વધુની રકમ ડેબિટ થઈ ગઈ.
આ પણ વાંચો-Russia Luna-25 Moon Mission: રશિયાનું લુના-25 ચંદ્ર મિશન નિષ્ફળ, ચંદ્રની સપાટી સાથે અથડાયું