- કેતકી વ્યાસ, હરેશ ચાવડા, ડે. મામલતદારની સંડોવણીનો ખુલાસો
- એટીએસે ત્રણેય સરકારી કર્મચારીઓની ધરપકડ કરી
- ચાર જેટલી ફાઈલ ક્લીયર કરવા માટે કલેકટરને ફસાવવામાં આવ્યા
આણંદ જિલ્લા કલેકટરના વીડિયો વાયરલ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં જિલ્લા કલેકટરનો તેમની જ કેબીનમાંથી વીડિયો વાયરલ થવા મામલે નવો વળાંક આવ્યો છે. કલેક્ટરને જમીનને લગતી 4 ફાઈલ ક્લીયર કરાવવા માટે ફસાવાયા છે. કેતકી વ્યાસ, હરેશ ચાવડા, ડે. મામલતદારની સંડોવણીનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી અમેરિકન નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું
ત્રણેય શકમંદો સામે ગુજરાત ATSમાં ફરિયાદ નોંધાઈ
ત્રણેય શકમંદો સામે ગુજરાત ATSમાં ફરિયાદ નોંધાઈ છે. આણંદના જિલ્લા કલેકટરનો તેમની જ કેબીનમાંથી વીડિયો વાયરલ થવા મામલે નવો વળાંક આવ્યો છે. કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરે લગાવીને જિલ્લા કલેક્ટરનો મહિલા સાથે અંગત પળો માણતા હોવાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત ATS દ્વારા ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાંક મોટા ખુલાસા થયા છે.
આ પણ વાંચો: ગુજરાત DGP વિકાસ સહાયના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં
એટીએસે ત્રણેય સરકારી કર્મચારીઓની ધરપકડ કરી
મહત્વનું છે કે રાજ્ય પોલીસ વડાના આદેશથી ગુજરાત એટીએસે ગુપ્તરાહે તપાસ હાથ ધરી હતી. ATSની તપાસમાં GAS કેડર કેતકી વ્યાસ, ડેપ્યુટી મામલતદાર જે.ડી પટેલ તથા હરેશ ચાવડા નામના ત્રણ વ્યક્તિઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો. તો સાથે સાથે, જાણવા મળ્યું હતું કે જમીનને લગતી ચાર જેટલી ફાઈલ ક્લીયર કરવા માટે કલેકટરને ફસાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ગુજરાત એટીએસે ત્રણેય સરકારી કર્મચારીઓની ધરપકડ કરીને આણંદ પોલીસને સોંપી દીધા છે.