ટ્રેન્ડિંગબિઝનેસ

એલન મસ્કે ફરી કરી નવી જાહેરાત, X (ટ્વિટર) પર બ્લોકનું ઓપ્શન હટાવાશે

Text To Speech
  • X (ટ્વિટર) પર હવે બ્લોકનું ઓપ્શન હટી જશે, તેની જગ્યાએ મ્યૂટનું ઓપ્શન આવશે.

HD ન્યૂઝ ડેસ્ક: જ્યારથી એલન મસ્કે ટ્વિટર સંભાળ્યું છે ત્યારથી અનેક બદલાવ લાવી ચૂક્યા છે. ટ્વિટરના નામથી માડીને તેના લોગો પણ બદલાવી ચૂક્યા છે. થોડા જ સમય પહેલાં એલન મસ્ક ટ્વિટરનું નામ બદલીને X કરી દેવામાં આવ્યું હતું. એની સાથે જ લોગામાં ચકલીના બદલે X નો લોગો મુકી દેવામાં આવ્યો હતો. એવામાં Xના બોસ એલન મસ્કે જાહેરાત કરી છે કે, પ્લેટફોર્મ હવે યુઝર્સ માટે બ્લોકીંગ સુવિધા દૂર કરશે. મસ્કે કહ્યું કે, બ્લોકીંગ ફીચરનો તેના હિસાબે કોઈ મતલબ નથી. તેથી યુઝર્સ અન્ય કોઈ યુઝરની પ્રોફાઈલને બ્લોક નહીં કરી શકે.

બ્લોકની જગ્યાએ મ્યૂટનું નવું ટૂલ

બ્લોકની જગ્યાએ હવે મ્યૂટનું નવું ટૂલ લાવવામાં આવશે, કેમ કે બ્લોક એકાઉન્ટ્સ તમારી પોસ્ટ્સ જોઈ નહીં શક્તું તેમજ તેમની પોસ્ટ્સ તમારા ફીડમાં દેખાતી નથી. બ્લોક કરેલ એકાઉન્ટમાંથી તમને ડાયરેક્ટ મેસેજ પણ મોકલી શકતું નથી. જ્યારે મ્યૂટ ટૂલ બ્લોકથી સંપૂર્ણપણે અલગ છે. લોકો હજુ પણ અન્ય એકાઉન્ટ્સને મ્યૂટ કરી શકશે, જેનો અર્થ છે કે તેઓ બ્લોક યુઝર્સની પોસ્ટ્સ જોઈ શકતા નતા, જ્યારે હવે મ્યૂટ કરેલ એકાઉન્ટ વ્યક્તિની પોસ્ટ જોઈ શકે છે, તેના પર પ્રતિક્રિયા પણ આપી શકે છે અને તે ફરીથી રિ-પોસ્ટ કરી શકે છે. મ્યૂટ કરેલ એકાઉન્ટ ડાયરેક્ટ મેસેજ પણ મોકલી શકે છે.

આ પણ વાંચો: આધાર ધારકોને UIDAIએ ચેતવણી આપી, આ ભુલ કરી તો મોટી સમસ્યા થઈ શકે

Back to top button