અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULEમાં વાંચો આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર અંગે મોટા સમાચાર, રાજસ્થાનથી લવાતો માદક પદાર્થ જપ્ત, હિમાચલમાં વિનાશને લઈ PM મોદી એક્શનમાં

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર અંગે મોટા સમાચાર
આણંદના કલેક્ટર DS ગઢવીને થોડા દિવસ પહેલા તાત્કાલીક અસરથી સસ્પેન્ડેડ કરવામા આવ્યા હતા અને આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો હતો. ત્યારે આ મામલે હવે મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત એટીએસે આનંદની વિડિયો ક્લિપ મામલાના સંબંધમાં કેતકી વ્યાસ, જીએએસ, એક નાયબ મામલતદાર અને એક હરેશ ચાવડાની ધરપકડ કરવામા આવી છે.

વધુ વાંચો : BREAKING : આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર અંગે મોટા સમાચાર, આ અધિકારીઓની કરાઈ ધરપકડ

રાજસ્થાનથી બાઈક પર લવાતો માદક પદાર્થ ઝડપાયો
રાજસ્થાનથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી વર્ષોથી થતી આવી છે. પરંતુ સમય સાથે પોલીસ પણ જાગી છે, ત્યારે અનેક આવા હેરાફેરી કરનાર આરોપીઓને પકડી પાડ્યા છે. છતાં પેલું કેવાય છે ને કે કુતરાની પૂછડી વાકીને વાકી. એટલે અનેક ગુનેગારો માદક પદાર્થોની હેરાફેરી કરતાં પકડાય છે ને સજા પણ ભોગવે છે છતાં નવા તૈયાર થાય છે. શુક્રવારે SOGની ટીમે બાતમીના આધારે રાજસ્થાનથી સાબરકાંઠા જિલ્લામાં થઈને નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરનાર બે સગાભાઈઓને ઝડપી પાડયા છે.

વધુ વાંચો : રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો માદક પદાર્થ માર્કેટમાં જાય તે પહેલા SOGએ ઝડપ્યો

સીટી બસના ભાડામાં વધારો કરાયો
સુરત મહાનગર પાલિકા દ્વારા સીટી બસના ભાડામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.પાલિકા દ્વારા આ વધારો સામાન્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સીટી બસના ભાડામાં 1 રૂપિયાથી લઈને પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મીનિમમ ભાડું 4 રૂપિયા હતું જે વધારીને 5 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મહત્તમ ભાડુ 25 રૂપિયા રાખવામાં આવ્યું છે.

વધુ વાંચો : સુરતમાં સીટી બસના ભાડામાં વધારો જાહેર કરાયો, જાણો કેટલો વધારો થયો

હિમાચલમાં વરસાદે વેર્યો વિનાશ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવી છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોને બચાવી લેવાયા છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણો વિનાશ થયો છે.હિમાચલમાં 12 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે. જેથી લોકો પોતાના ઘર છોડવા મજબૂર બનતા જોવા મળ્યા છે.

વધુ વાંચો : હિમાચલમાં વરસાદે સર્જયો વિનાશ, 12 હજાર ઘરોમાં તિરાડો પડતા લોકો ઘર છોડવા મજબુર

અમદાવાદમાં નવી 11 ટીપી સ્કીમને મંજૂરી
અમદાવાદ શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં નવા બાંધકામ થાય તે માટે ટીપીની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે AMC દ્વારા વધુ TPને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા જ આ ટીપી ઉપર આગળની કામગીરી શરૂ કરવામાં આવશે.

વધુ વાંચો : અમદાવાદ શહેરમાં નવી 11 ટીપી સ્કીમને મળી મંજૂરી, મ્યુનિસિપલને 405 પ્લોટ મળશે

અમદાવાદના મણીનગર વિસ્તારમાં નાર્કોટિક્સ મોકડ્રીલ યોજાઈ
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એકતરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યભરમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી રહ્યા છે. જો કે, કેટલાક બેફામ બનેલા ડ્રગ્સ પેડલરો યુવાઓને ડ્રગ્સના રવાડે ચઢાવી દેતા ડ્રગ્સના દૂષણને ડામવા અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. અને આજે ડોગ સ્કવોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી છે.

વધુ વાંચો : ડ્રગ્સના દૂષણને ડામવા મણિનગર પોલીસે નાર્કોટિક્સ મોકડ્રીલ યોજી, ડોગ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરાયું

પહાડ પરની દુર્ઘટનાનો સામનો કરવા માટે ખુદ PM મોદી એક્શન મોડમાં
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવી છે.હિમાચલ પ્રદેશમાં આપત્તિ બાદ આજે પણ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોને બચાવી લેવાયા છે. ત્યારે આ તરફ પહાડ પરની આ દુર્ઘટનાનો સામનો કરવા માટે ખુદ PM મોદી એક્શન મોડમાં આવી ગયા છે.હવે PM મોદીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને હાઈપ્રોફાઈલ મીટિંગ કરી છે. આ બેઠકમાં PM મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

વધુ વાંચો : હિમાચલ પ્રદેશમાં સર્જાયેલી આપત્તિને લઈ PM મોદીએ એક્શન મોડમાં, હાઈપ્રોફાઈલ મિટિંગ બોલાવી કર્યો મહત્વનો નિર્ણય

જન ધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર
દેશમાં જનધન ખાતાની સંખ્યા 50 કરોડના રેકોર્ડ આંકડાને પાર કરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેની પ્રશંસા કરી અને તેને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે. પીએમ મોદીએ પોસ્ટ કરી કહ્યું કે, ‘હું આ જોઈને ખુશ છે કે આ 50 કરોડ જનધન ખાતામાંથી અડધાથી વધુ મહિલાઓના છે’. આ સાથે કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે, જેમાંથી 56 ટકા ખાતા મહિલાઓના છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આમાંથી લગભગ 67 ટકા ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે.

વધુ વાંચો : જન ધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર, 34 કરોડ રુપે કાર્ડનું વિનામૂલ્યે વિતરણ

Back to top button