ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરની મુલાકાતે, મંદિર નિર્માણકાર્યની સમીક્ષા કરી જાણકારી મેળવી

  • યોગી અયોધ્યાની મુલાકાતે
  • રામ મંદિર નિર્માણની રજેરજની માહિતી મેળવી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ શનિવારે એક દિવસની મુલાકાતે અયોધ્યા પહોંચ્યા છે, જ્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્યમંત્રી યોગીએ રામલલાના દરબારમાં હાજરી આપી અને પછી રામ મંદિર નિર્માણની સમીક્ષા કરી. આ પ્રસંગે તેમની સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પણ હાજર હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર,મુખ્યમંત્રી આદિત્યનાથ આજે અયોધ્યા આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં પૂજા કરી હતી. તેમણે અયોધ્યાનાં વિકાસકાર્યોને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી. તેઓ અયોધ્યામાં બે કલાકના રોકાણ બાદ લખનઉ જવા રવાના થશે. મહત્વનું છે કે,મુલાકાત દરમિયાન રામલલ્લાનાં દર્શન ઉપરાંત મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણની પ્રગતિ વિશે જાણકારી મેળવી. ટ્રસ્ટ અને નિર્માણ એજન્સી સાથે જોડાયેલા લોકોએ મુખ્યમંત્રીને મંદિર નિર્માણની પ્રગતિની જાણકારી આપી. તેમણે રામજન્મભૂમિ પરિસરમાં કાર્યરત શ્રમિકોના હાલચાલ પૂછ્યા. દર્શન-પૂજન ઉપરાંત તેમણે સભાગૃહમાં રામનગરીની વિકાસ યોજનાઓની સમીક્ષા કરી. સાથે જ તેમણે સાકેત નિવાસી મહંત રામચંદ્ર પરમહંસ દાસજી મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રામ કથા પાર્ક હેલિપેડ પર ઉતર્યું
મહત્વનું છે કે,તેમનું હેલિકોપ્ટર શનિવારે સવારે લગભગ 11.00 વાગ્યે રામ કથા પાર્ક હેલિપેડ પર ઉતર્યું હતું. આ પછી તેઓ રામ મંદિર આંદોલનના હીરો રામચંદ્ર દાસ પરમહંસની સમાધિ પર પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંથી તેમનો કાફલો રામજન્મભૂમિ કેમ્પસ માટે રવાના થયો હતો. સીએમ યોગીનું દિગંબર અખાડા સાથે ગાઢ જોડાણ છે. સીએમના ગુરુ અવૈદ્યનાથ અને પરમહંસ વચ્ચે ઘણી આત્મીયતા હતી. મુખ્યમંત્રી પણ તેમની પેઢીની પરંપરાને અનુસરી રહ્યા છે. દિગંબર અખાડા રામ મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર પણ રહ્યું છે.

મુખ્યમંત્રીએ અયોધ્યામાં રામલલ્લાની પૂજા કરી
ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમણે જ્યાં એક તરફ પોતાની આસ્થા અર્પણ કરી ત્યાં બીજી તરફ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક કરીને શાસકીય જવાબદારીઓ નિભાવી. તેમણે અયોધ્યાવાસીઓ સાથે પોતાનો સંબંધ જણાવી હનુમાનગઢી પર લોકોનું અભિવાદન કર્યુ. તેમણે અયોધ્યા પ્રવાસની શરૂઆત સંકટ મોચનનાં દર્શન-પૂજન સાથે કરી. તેમણે હનુમાનગઢીમાં બજરંગબલીનાં દર્શન કર્યાં, જે બાદ મુખ્યમંત્રીએ રામલલ્લાનાં દર્શન અને આરતી કરી.

આ પણ વાંચો : અયોધ્યાથી રામ મંદિરની નવી તસવીરો આવી સામે; જુઓ સંપૂર્ણ કોરિડોર

Back to top button