ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ભુજ હાટ બંધ ખંડેર થયું
- કચ્છ હસ્તકળા માટે વિશ્વ વિખ્યાત બની જવા પામ્યું છે
- હસ્તકલાના કારીગરો સામાન્ય દિવસોમાં રોજગારી મળતી નથી
- કારીગરોને માત્ર દિવસના રૂ.25ના ભાડાથી સ્ટોલ અપાતા
ભુજમાં રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભુજહાટ બનાવામાં આવ્યું છે. કચ્છના કારીગરોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તેવા ઉદેશથી નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજ હાટ પાછળ યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવતા બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ, જાણો કયા ધોધમાર પડશે વરસાદ
કચ્છ હસ્તકળા માટે વિશ્વ વિખ્યાત બની જવા પામ્યું છે
કચ્છ હસ્તકળા માટે વિશ્વ વિખ્યાત બની જવા પામ્યું છે. હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ભુજ ખાતે ભુજ હાટ બનાવામાં આવ્યું છે. પાંચ એકરથી વધુ જમીન પર 15 વર્ષ અગાઉ 58 દુકાન તેમજ ચાર ભુંગા સાથેના એમફી થિયેટર અને પ્રદર્શન માટેની ખાસ વ્યવસ્થા સાથેના આ પ્રકલ્પને આજ સુધી સફળ બનાવી નથી શક્યા. કરોડો ખર્ચે નિર્માણ પામેલ
ભુજહાટ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. કારીગરોને માત્ર દિવસના 25 રૂપિયાના ભાડાથી સ્ટોલ આપવામાં આવે છે.
આ પણ વાંચો: શ્રાવણ મહિનાની શરૂવાત મોંઘવારીનો માર પડ્યો, જાણો કેટલા વધ્યા ફ્રૂટના ભાવ
હસ્તકલાના કારીગરો સામાન્ય દિવસોમાં રોજગારી મળતી નથી
અહિયા તહેવાર સમયે ભુજ હાટમાં લોકોની અવર જવર રહે છે. જ્યારે બાકીના દિવસોમાં તમામ સ્ટોલ બંધ હાલત જોવા મળે છે. જેના કારણે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ ભુજ હાટ આજે ધૂળ ખાઈ રહ્યું છે. ભુજ હાટમાં તહેવાર સમયે માત્ર પ્રદર્શન યોજાય છે ત્યારબાદ બાકીના દિવસોમાં અહિયાં કાગડા ઉડતા જોવા મળે છે. વર્ષ દરમિયાન ઓછા પ્રદર્શનનું આયોજન થાય છે. જેના કારણે પ્રવાસીઓની અવર જવર અહિયા રહેતી નથી. હસ્તકલાના કારીગરો સામાન્ય દિવસોમાં રોજગારી મળતી નથી. રાજય સરકાર અને તંત્ર દ્વારા સતત પ્રદર્શન યોજવામાં આવે તો ભુજ હાટ ધમધમતું થઈ શકે તેમ છે. જે રીતે કચ્છ હસ્તકળા માટે જાણીતું બન્યું છે ત્યારે હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવા આવેતો લુપ્ત થતી હસ્તકલાને
જીવંત રાખી શકાય છે.