કોરોના કાળ બાદ બે વર્ષ પછી આજથી અમરનાથ યાત્રની વિધિવત રીતે પ્રારંભ થયો છે. લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ પહેલગામ બેઝ કેમ્પ પહોંચ્યા છે. બે વર્ષ બાદ શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. આજથી શરૂ થયેલી યાત્રા 11 ઓગસ્ટે પૂરી થશે. 7-8 લાખ ભક્તો દર્શન કરે તેવી અપેક્ષા છે.
દરરોજ 10 હજાર ભક્તો દર્શન કરશે
પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી દરરોજ 10-10 હજાર ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા જશે. આતંકવાદી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થળ પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીઅમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.
#WATCH Pahalgam, J&K | 'Bam Bam Bhole' slogans hailed as pilgrims commence Amarnath Yatra from today pic.twitter.com/PLKQdpIqUL
— ANI (@ANI) June 30, 2022
રાજ્યપાલે પ્રથમ બેચને રવાના કરી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે જમ્મુ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી હતી. 4,890 તીર્થયાત્રીઓનો સમાવેશ કરતી પ્રથમ ટુકડી બુધવારે સવારે 4 વાગ્યે 176 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળી હતી અને કાશ્મીર ખીણ તરફ રવાના થઈ હતી.
#WATCH Baltal, J&K | Amarnath Yatra commences from today with the first group of pilgrims en route to the holy cave. pic.twitter.com/jwpVnx7Vwb
— ANI (@ANI) June 30, 2022
બે વર્ષ બાદ અમરનાથ યાત્રાનો પ્રારંભ
વર્ષ 2019 માં, સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદને ધ્યાનમાં રાખીને યાત્રાને અધવચ્ચે સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 2020 અને 2021માં કોવિડ -19ને કારણે અમરનાથ યાત્રા યોજાઈ ન હતી.
શ્રીઅમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માત્ર જે યાત્રાળુઓના મેડિકલ થયા હશે તેમને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે. SASBએ અમરનાથ યાત્રા જતા તમામ શ્રદ્ધાળુઓને આધાર અથવા અન્ય બાયોમેટ્રિક પ્રમાણિત દસ્તાવેજો સાથે રાખવા જણાવ્યું છે.