સુરતમાં રોગચાળાએ ભરડો લીધો, 72 કલાકમાં 6 લોકોએ ગુમાવ્યો જીવ
વરસાદના વિરામ બાદ સુરતમાં સતત રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે.છેલ્લા 72 કલાકમાં છ લોકોએ રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા છે. જેમાં ત્રણ તો બાળકોનો સમાવેશ થાય છે.
સુરતમાં રોગચાળાને કારણે છેલ્લા 72 કલાકમાં છ લોકોના મોત
પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરમાં ચોમાસાના કારણે રોગચાળામાં વધારો થયો છે. છેલ્લા 72 કલાકમાં છ લોકોએ રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે છેલ્લા એક મહિનામાં રોગચાળાથી મૃત્યુનો આંક 28 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, IPS હસમુખ પટેલને સોંપાઈ મોટી જવાબદારી
છેલ્લા 12 દિવસમાં રોગચાળાના આટલા કેસ નોંઘાયા
સુરતમાં છેલ્લા 12 દિવસમાં ડાયરિયાના 38, મેલેરીયાના 7, તાવના 76, ડેન્ગ્યુના 24, ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા છે. આમ શહેરમાં કેસ વધવાને કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
રાજ્યમાં રોગચાળે માથું ઉચક્યું
સુરત સિવાય અમદાવાદ શહેરમાં પણ ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં બે સપ્તાહમાં ડેન્ગ્યૂના 203 વાયરલ ઈન્ફેક્શનના 2,860 કેસ થયા છે, હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે. સમગ્ર ગુજરાતમાં જુલાઈ 2023 સુધી એટલે કે સાત મહિનામાં ડેન્ગ્યુના 876 અને ચિકન ગુનિયાના 136 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો : રાજ્યના આ સુપ્રસિદ્ધ મહાદેવના મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ