ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, IPS હસમુખ પટેલને સોંપાઈ મોટી જવાબદારી

Text To Speech

ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. IPS હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે.

IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપાઇ ભરતી બોર્ડની જવાબદારી

રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપાઇ ભરતી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશક બનાવવામા આવ્યા છે. પી.વી રાઠોડ હાલમાં CID ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે.ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે.

આગામી દિવસોમાં PSI અને લોક રક્ષક દળની ભરતી કરાશે

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આવનારા ટૂંક જ સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવશે , રાજ્યમાં 12000 કરતા પણ વધારે જગ્યાઓ ખાલી છે. આ નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હવે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કાર્યરત રહેશે. કોન્સ્ટેબલની સાથે પીએસઆઇની ભરતી પણ આ જ બોર્ડ કરશે. અત્યાર સુધી રહેલા બે બોર્ડને રાજ્ય સરકારે એક કર્યું છે.

હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને આપ્યું હતું નિવેદન

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ મોરબીમાં પોલીસ આવાસોના લોકાર્પણ દરમિયાન પોલીસ ભરતીને લઈને મોટુ નિવેદન આપ્યું હતું. જેમાં તેણણે આગામી સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ખેડા : કપડવંજમાં પેટ્રોલ પુરાવવા ઉભેલા યુવકને આવ્યો હાર્ટ એટેક, ઘટના CCTVમાં કેદ

Back to top button