MORNING NEWS CAPSULEમાં વાંચો પોલીસની ભરતીને લઈ મોટા સમચાર, સુરતમાં પ્રેમલગ્ન કરી મહિલા પસ્તાઇ, જાણો કલમ 370 અંગે સુપ્રિમ કોર્ટે શું કહ્યું
પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર
ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે. વિગતો મુજબ હસમુખ પટેલ અને પી વી રાઠોડને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે.
દુષ્કર્મ કરનાર 48 વર્ષના આધેડને 20 વર્ષની સખત કેદ
સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર,સુરતના લાજપોર વિસ્તારમાં 1 વર્ષ પહેલા એક ડ્રાઈવર ઈસમ 17 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. જે બાદમાં અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. લાજપોર વિસ્તારમાં જ રહેતા ડ્રાઈવર અબ્દુલ હમીદ હસીમએ દુષ્કર્મ કર્યું હતું. જોકે હવે કોર્ટે આરોપી 48 વર્ષના આધેડને 20 વર્ષની સખત કેદ ની સજા ફટકારી છે.48 વર્ષના આધેડને સુરતની કોર્ટે પીડીત સગીરાને 70000 નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે આધેડને 20 વર્ષની સખત કેદ અને 50000નો દંડ ફટકાર્યો છે. વિગતો મુજબ સગીરા સચિન હોજીવાલા એસ્ટેટમાં સાફ-સફાઈનું કામ કરતી હતી અને અબ્દુલ હમીદ હસીમ ઈકો ગાડી ચલાવતો હતો.
અબડાસાના દરિયા કાંઠેથી ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા
કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા લાંબા સમયથી ચરસના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જો કે, હવે તરસની સાથે વિસ્ફોટક મળવાની ઘટના સામે આવી છે. જેમા ચરસના બિનવારસી 10 પેકેટ સાથે એક વિસ્ફોટક સેલ પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. કચ્છના દરિયાકાંઠે ચરસના આ પેકેટ તણાઈને આવી રહ્યા હોવાનું અનુમાન છે. છેલ્લા પાંચ દિવસમાં જ સુરક્ષા એજન્સીઓે જિલ્લાના અલગ અલગ દરિયાકાંઠા પરથી 140 પેકેટ કબજે કર્યા છે. કચ્છના પશ્ચિમી દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી ફરી એક વખત માદક પદાર્થ મળવાનો સિલિસિલો શરૂ થયો છે. ગત રવિવારે સલામતી દળને જખૌના ખીદરત બેટ પરથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે અબડાસાના દરિયા કાંઠેથી ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. એક જ સપ્તાહના સળંગ પાંચ દિવસ દરમિયાન ચરસના કુલ 140 પેકેટ જ્યારે હેરોઈનના ત્રણ પેકેટ સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળને બિનવારસી મળી આવ્યા છે. તો આજે ચરસના પેકેટ સાથે વિસ્ફોટક સેલ પણ મળી આવ્યો છે. જેને લઇ સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળના જવાનોએ દરિયાઈ કાંઠા વિસ્તારમાં તલાસ અભિયાન સઘન બનાવી દીધું.
પ્રેમલગ્ન કરી મહિલા પસ્તાઇ
સુરતમાં રહેતી 22 વર્ષીય યુવતીએ વર્ષ 2021માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમિયાન તેઓને સંતાનમાં 1 વર્ષની દીકરી પણ છે. આ પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો અને સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી, કાતરથી વાળ પણ કાપી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ વિવેક, સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રેમલગ્નનાં 3 મહિના સુધી તેણીને સારી રીતે રાખવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ ઘરના કામકાજ બાબતે ઝઘડો કરીને તેણીની સાથે મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણિતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને ઘરની બહાર એકલા નીકળવા દેતા ન હતા તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા, પરિણિતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ બોલાચાલી કરી મારઝૂડ કરતા હતા. જેથી, પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
કપડવંજમાં પેટ્રોલપંપ પર રિક્ષા પાસે ઊભેલા યુવાનને હાર્ટ-એટેક આવ્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ-એટેકનું પ્રમાણ વધ્યું છે, જેનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે આજે કપડવંજ પંથકમાં બહેનને સાપ કરડ્યો હોવાથી તેની ખબર કાઢવા આવેલા એક યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનો એક શખસ પોતાની બહેનને સાપ કરડ્યો હોવાથી કપડવંજ મુકામે આવ્યો હતો.એ બાદ ખબર કાઢી આ શખસ ખાનગી રિક્ષામાં બેસી જઈ રહ્યો હતો. ત્યારે કપડવંજ શહેરના સોનીપુરા પાસે આવેલા આસ્થા પેટ્રોલ પંપ પર આજે બપોરે આ રિક્ષા ડીઝલ પુરાવવા આવી હતી. તે દરમિયાન રિક્ષામાંથી બહાર નીકળી ઊભો રહેલા આ યુવાનને હાર્ટ-એટેક આવતાં તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ આ શખસને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત થયું હતું. અચાનક હાર્ટ-એટેક આવતાં યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
5 રાજ્યોની ચૂંટણીને લઈને ભાજપ એકશનમાં
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ સહિતના પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઇને અત્યારથી જ રાજકીય વાઘા સજાવી ભાજપ કામગીરીમાં જોતરાયું છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે તો તેલંગાણામાં BRS સત્તામાં છે. રાજસ્થાન અને છત્તીસગઢ સહિતનો ગઢ જીતવા ભાજપ અત્યારથી જ એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. જેને લઈને ગુજરાત ભાજપના MLAને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપવામાં આવી છે.હાઈકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના 71 MLA રાજસ્થાન, 48 MLA મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને પચાર, પ્રસાર અર્થે જશે. સરકારના કામો ગામડાના ખૂણે ખૂણે પહોંચે અને જમીન લેલવે સંગઠનને મજબૂત કરવા સહિતની દરેક MLA જેતે વિસ્તારમાં જઈ સંગઠન લેવલે કામગીરી કરશે. એટલું જ નહીં તાબડતોબ આજ સુધીમાં MLAને પોતાના વિસ્તારમાં પહોંચી જવા પણ મોવડી મંડળ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જેના ભાગરૂપે 10 દિવસ સુધી ભાજપના ધારાસભ્ય પોતાને સોંપાયેલા મત વિસ્તારમાં કામગીરી કરશે.
કલમ 370ને લઈ ફરી એકવાર મોટી અપડેટ
સુપ્રીમ કોર્ટ કલમ 370 સમાચાર: કલમ 370ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. મહત્વનું છે કે, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમગ્ર મામલાની સુનાવણી કરી રહી છે. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જો કલમ 370 નાબૂદ કરવામાં કોઈ બંધારણીય ઉલ્લંઘન થાય છે, તો કોર્ટને તેની સમીક્ષા કરવાનો અધિકાર છે. એટલું જ નહિ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે કેન્દ્ર સરકારના વિવેકબુદ્ધિની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. સુનાવણી દરમિયાન CJIની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે ગુરુવારે એક અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેને પૂછ્યું, “શું તમે કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયની શાણપણની સમીક્ષા કરવા કોર્ટને આમંત્રિત કરશો ? , શું તમે કહો છો કે કલમ 370ને ચાલુ રાખવો રાષ્ટ્રીય હિતમાં ન હોવાના સરકારના નિર્ણયના આધારે ફરીથી મૂલ્યાંકન કરવું જોઈએ ?