ચોંકાવનાર; એક ચીનીએ બનાસકાંઠા-પાટણમાં રહીને ₹1400 કરોડની કરી છેતરપિંડી
હમ દેખેગે ડેસ્ક ન્યૂઝ: ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે તેઓએ ડિજિટલ છેતરપિંડીનો એક કેસ શોધી કાઢ્યો છે, જ્યાં એક ચાઇનીઝ નાગરિકે ગુજરાતમાં તેના ભાગીદારો સાથે મળીને ફૂટબોલ સટ્ટાબાજીની એપ્લિકેશન વિકસાવી હતી. આ એપ્લિકેશન થકી કથિત રીતે 1,200 લોકોને છેતર્યા હતા. માત્ર 9 દિવસના ગાળામાં આશરે રૂ. 1,400 કરોડની છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી રહી છે.
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, મુખ્ય સૂત્રધાર વૂ ઉયાનબે જે ચીનના શેનઝેન પ્રદેશનો છે, તે ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાંથી આ કૌભાંડ ચલાવતો હતો. તે 2020થી 2022 દરમિયાન ભારતમાં રહ્યો હતો. ગુજરાત પોલીસે ઓપરેશનની ગંભીરતાને જોતા કેસને ઉકેલવા માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી.
અહેવાલમાં જણાવાયું છે કે સીઆઈડીને જૂન 2022માં આ કેસ વિશે સૌપ્રથમ ચેતવણી આપવામાં આવી હતી જ્યારે તેમને જાણવા મળ્યું હતું કે ગુનેગારો ગુજરાત અને ઉત્તર પ્રદેશ બંનેમાં – ‘દાની ડેટા’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીડિતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
આગ્રા પોલીસે છેતરપિંડીવાળી સ્કીમ અને ઉત્તર ગુજરાતમાં અનેક વ્યક્તિઓ સાથેના કનેક્શનનો પર્દાફાશ કરવા માટે CIDની ક્રાઇમ ટીમની આગેવાની હેઠળ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો-લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી; મુકુલ વાસનિકને અપાઇ જવાબદારી
એક તપાસ અધિકારીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, “અમારી તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે ચીની નાગરિક 2020 અને 2022ની વચ્ચે ભારતમાં આવ્યો હતો. તેણે પાટણ અને બનાસકાંઠામાં સમય રહીને જિલ્લાઓમાં ઘણા સ્થાનિકો લોકોને મળ્યો અને તેમને કમાણી કરાવી આપવાના વચનો આપીને લલચાવ્યા હતા. તેણે અને ગુજરાતમાં તેના સાથીઓએ મે 2022માં એપ લોન્ચ કરી હતી. એપ માટે બેટ્સ આમંત્રિત કર્યા અને નોંધપાત્ર વળતરનું વચન આપવામાં આવ્યું હતું.
જૂગારની એપ્લિકેશન થકી ઉયાનબે ફૂટબોલની રમતોમાં ઊંડો રસ ધરાવતા 15થી 75 વર્ષની વયજૂથના છોકરાઓને ટાર્ગેટ બનાવીને દરરોજની આશ્ચર્યજનક સરેરાશ રૂ. 200 કરોડની કમાણી કરવામાં સફળ રહ્યો હતો.
સીઆઈડીએ આ કેસ સાથે સંકળાયેલા નવ ગુજરાતના સ્થાનિકોને નિશાન બનાવ્યા છે, જેમણે કથિત રીતે ઉયાનબેને મદદ કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે સહયોગીઓએ શેલ કંપનીઓની સ્થાપના કરી, તેનો ઉપયોગ નાણાની લેવડદેવડ માટે કરવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, નવ દિવસ બાદ એપ અચાનક કામ કરવાનું બંધ થઇ જતાં વ્યક્તિઓને અહેસાસ થઈ ગયો હતો કે તેમના રોકાણ કરેલા ભંડોળને ધૂર્ત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસે તેનો પહેલો કેસ ઓગસ્ટ 2022માં પાટણમાં છેતરપિંડી અને IT એક્ટના ઉલ્લંઘન માટે દાખલ કર્યો હતો, પરંતુ તે સમયે ઉયાનબે ભારત છોડી ચૂક્યો હતો.
અહેવાલમાં ટાંકવામાં આવેલા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉયાનબે હજુ પણ હોંગકોંગ અને સિંગાપોર જેવા પડોશી દેશોમાં તેના સાથીદારો સાથે શેનઝેનથી તેના છેતરપિંડીનું નેટવર્ક સક્રિયપણે ચલાવે છે. તેણે કથિત રીતે છેતરપિંડીનાં સાધનો તરીકે બહુવિધ એપ્સનો ઉપયોગ કર્યો છે. માર્ચમાં CIDની ક્રાઈમ બ્રાન્ચે આ કેસના સંદર્ભમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો-દેશના લોકો લડતા રહેશે તો ભારત વિશ્વગુરુ કેવી રીતે બનશે: કેજરીવાલ