ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેલ નેટવર્ક વધારવા કેન્દ્ર સરકારે 7 રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી

Text To Speech

કેબિનેટ બેઠકઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર દેશને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર પ્રખ્યાત વંદે ભારત ટ્રેનના બે નવા વર્ઝન વંદે સ્લીપર અને વંદે મેટ્રો લાવવાની તૈયારી કરી રહી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય રેલવેના સાત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ પર લગભગ 32,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ સંપૂર્ણ 100 ટકા કેન્દ્રીય ભંડોળથી હાલની લાઇનની ક્ષમતા વધારવામાં અને ગીચતાને ઘટાડવામાં મદદ કરશે.

ગુજરાત સહિત આ રાજ્યોને ફાયદો થશે

જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ યુપી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 35 જિલ્લાઓમાં પૂર્ણ થશે. આનાથી રાજ્યમાં લગભગ 7.06 કરોડ માનવ-દિવસની રોજગારી મળશે. આ પ્રોજેક્ટ્સમાં ગોરખપુર-કેન્ટ-વાલ્મિકી નગર વચ્ચે 89.264 કિમી, સોન નગર-અંદાલ મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ, નેરગુંડી-બરંગ અને ખુર્દા રોડ-વિજયનગરમ વચ્ચેની ત્રીજી લાઇન અને મુદખેડ-મેડચલ અને મહબૂબનગર-ધોન વચ્ચેની હાલની લાઇનને બમણી કરવામાં આવશે.

આ પણ વાંચો-PM મોદીના આર્થિક સલાહકારની ‘બંધારણ’ બદલવાની ભલામણ; વિપક્ષ લાલચોળ

ગુન્ટુર-બીબીનગર વચ્ચે 1 કિમી, ચોપન-ચુનાર વચ્ચેની હાલની લાઇનને બમણી કરવી અને સામખિયાલી-ગાંધીધામ વચ્ચે ચાર ટ્રેક નાંખવાના કામ સામેલ છે. આ સિવાય હરિયાણાના 16 સ્ટેશનોનું કાયાકલ્પ પણ આ યોજનામાં સામેલ છે, જેના પર 608 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા સ્લીપર વંદે ભારત

2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વંદે ભારતના બે નવા વેરિએન્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ડિઝાઈન તૈયાર કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મોદી સરકાર માર્ચ સુધીમાં બંને વર્ઝનની ઓછામાં ઓછી અડધો ડઝન ટ્રેનો શરૂ કરવાની યોજના ધરાવે છે. વંદે ભારતની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે લાંબા અંતર માટે વંદે સ્લીપર ટ્રેનની માંગ ઉઠી હતી.

આ પણ વાંચો-Election 2023 : ભાજપે મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જુઓ યાદી

Back to top button