સોનાના ભાવમાં થયો ઘટાડો તો ચાંદીમાં આવી તેજી; જાણો સોના-ચાંદીના ભાવમા કેટલો થયો વધારો-ઘટાડો
નવી દિલ્હી: માર્કેટમાં ગુરૂવારે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો થયો છે. ગુરુવારે વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ. 166 ઘટીને રૂ. 58,515 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેની સામે ચાંદીની કિંમત 222 રૂપિયા વધીને 69,944 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
શું છે આજે સોનાનો ભાવ
આજે વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ. 166 ઘટીને રૂ.58,515 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ઓક્ટોબર ડિલિવરી માટેના સોનાના કોન્ટ્રેક્ટ 166 રૂપિયા અથવા 0.28 ટકાના ઘટાડા સાથે 58,515 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે.
ચાંદીનો શું છે ભાવ?
ચાંદીની કિંમત 222 રૂપિયાથી વધીને 69,944 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર ડિલીવરી માટે ચાંદી કોન્ટ્રાક્ટ 222 રૂપિયા અથવા 0.32 ટકા વધીને 16,779 લૉટમાં 69,944 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે. જાણકારોએ કહ્યું કે ચાંદીની કિંમતોમાં વૃદ્ધિ મુખ્ય રીતે સકારાત્મક ઘરેલુ વલણને કારણે પ્રતિભાગીઓ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ પોઝિશનને કારણે થઇ છે. વૈશ્વિક સ્તર પર, ન્યૂયોર્કમાં ચાંદી 0.70 ટકા વધીને 23.02 ડૉલર પ્રતિ ઔંસ પર વેપાર કરી રહી હતી.
મોટા શહેરમાં સોનાની કિંમત શું છે? (કિંમત રૂપિયામાં દર્શાવેલ છે)
- દિલ્હી: 24 કેરેટ 59,170 રૂપિયા; 22 કેરેટ 54,250
- મુંબઇ:24 કેરેટ 59,020 રૂપિયા; 22 કેરેટ 54,100
- ચેન્નાઇ: 24 કેરેટ 59,520 રૂપિયા; 22 કેરેટ 54,560
- કોલકાતા: 24 કેરેટ 59,020 રૂપિયા; 22 કેરેટ 54,100
- અમદાવાદ: 24 કેરેટ 59,070 રૂપિયા; 22 કેરેટ 54,150
આ પણ વાંચો-ગૌતમ ગંભીરને સલાહ આપવી પડી ભારે; લોકોએ કહ્યું- બ્રિજભૂષણ પાસે કેવી રીતે બેસો છો?