માનવતા મરી પરવારી! મેઘરજની ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ભૃણ મળ્યું,પોલીસે શરુ કરી તપાસ
રાજ્યમાં અવાર નવાર બાળકને તરછોડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અરવલ્લીમાંથી પણ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મેઘરજની ગ્રીન પાર્ક પાસે ભૃણ જાહરે રસ્તા પર ત્યજી દેવાયું હોવાની ઘટના સામે આવી છે.ઘટનાને પગલે મેઘરજ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
મેઘરજની ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ભૃણ મળ્યું
પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લાના મેઘરજના ગ્રીન પાર્ક પાસેથી મૃત હાલતમાં ત્યજી દેવાયલું નવજાત બાળક ગર્ભનાળ સાથે મળી આવ્યું છે. ભૃણ જાહરે રસ્તા પર ત્યજી દેવાનો નિર્દયતા સમાન કિસ્સો સામેઆવતા ચકચાર મચી જવા પામી હતી. રોડ પર આ રીતે નવજાત મળી આવતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ સાથે ઘટનાની જાણ થતા પોલી કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
નવજાત મળતા અનેક તર્કવિતર્કો સર્જાયા
જાહેર રસ્તા પર ત્યજી દીધેલ ભૃણ મળી આવતા સ્થાનિકોના ટોળા ઉમટ્યાં હતા અને રસ્તા પરથી ત્યજી દીધેલા ગર્ભ સાથે નવજાત મળતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા.
આ પણ વાંચો : અમદાવાદ ભારતમાં સૌથી વધુ પોસાય તેવું શહેર,જાણો ક્યા શહેરની કેટલી છે રેન્કિંગ?
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાને પગલે મેઘરજ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હાલમાં મેઘરજ પોલીસ દ્વારા મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે, આ સાથે પોલીસે બાળકની માતા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : જાહેર કાર્યક્રમમાં થયેલ રકઝક મામલે રિવાબા જાડેજાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું ?