અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટામેટા બાદ હવે લસણનો વારો : લસણના ભાવ આસમાને પહોંચતા વધુ એકવાર ગૃહણિઓના બજેટ ખોરવાયા

  • ટામેટા બાદ હવે લસણના ભાવ આસમાને પહોંચ્યાં
  • છૂટક બજારમાં વેંચાઈ રહ્યું છે રૂ.180 પ્રતિ કિલો

હાલ રાજ્યમાં ટામેટા બાદ લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને તે ઘટવાનું નામ નથી લઈ રહી. ટામેટાની જેમ લસણનો ભાવ પણ 170 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. ટામેટા, લસણ, ડુંગળી બટેકા એવી વસ્તુઓ છે. જે વધુમાં વધુ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. જેના વગર એક સમયનું જમવાનું પણ ઘણા લોકોને ન ભાવે. લસણ દરેક શાકભાજીમાં તેમજ વાનગીમાં વપરાય છે. જો કે, હવે તેના ભાવ આસમાને પહોંચી જતા ટામેટા બાદ લસણ ખાવું પણ ટાળવું પડે તેમ લાગી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,ગત વર્ષે જથ્થાબંધ ભાવમાં લસણ ખૂબ સસ્તું હતું. જો કે,હાલ ઘણા શહેરોમાં તેની કિંમત 180 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે. હાલમાં પટનામાં એક કિલો લસણનો ભાવ 172 રૂપિયા છે, કલકત્તામાં 178 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ત્રણ-ચાર મહિના પહેલાની વાત કરીએ તો લસણ ખૂબ સસ્તું હતું. માર્ચ મહિના સુધી છૂટક બજારમાં રૂ.60 થી 80 પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, પરંતુ ચોમાસાના આગમનની સાથે લસણ મોંઘુ થઇ ગયું છે. મધ્યપ્રદેશના APMCમાં ખેડૂતો પાસેથી 5 થી 8 રૂપિયે કિલો લસણની ખરીદી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વાજબી ભાવ ન મળવાને કારણે અનેક ખેડૂતોએ લસણને રસ્તા પર ફેંકી દીધું હતું, પરંતુ ગત મહિને ભાવમાં વધારો થતાં લસણને રસ્તા પર ફેંકી દેનારા ખેડૂતો આ વર્ષે ધનિક બન્યા છે. તેમણે જથ્થાબંધ ભાવે 150 રૂપિયા પ્રતિ કિલો લસણ વેચ્યું. આવી સ્થિતિમાં, લસણ છૂટક બજારમાં આવે ત્યાં સુધીમાં તે વધુ મોંઘું થઈ જશે.

સમગ્ર દેશમાં મધ્યપ્રદેશમાંથી લસણ સપ્લાય થાય છે
મહત્વનું છે કે,સમગ્ર દેશમાં મધ્યપ્રદેશમાંથી લસણ સપ્લાય કરવામાં આવે છે. મધ્યપ્રદેશમાંથી દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લસણ સપ્લાય કરવામાં આવે છે, જ્યારે મધ્યપ્રદેશના જ APMCમાં લસણ મોંઘુ થતાં અન્ય રાજ્યોમાં પણ તેના ભાવ વધી ગયા હતા.બીજી તરફ, રતલામ જિલ્લાના લસણ ઉત્પાદકોનું કહેવું છે કે,ગયા વર્ષે નુકસાનને કારણે ખેડૂતોએ લસણની ખેતી અડધી કરી દીધી હતી, પરંતુ આ વખતે તેઓ ભાવને ધ્યાનમાં રાખીને ફરીથી લસણનું વાવેતર વધારશે. આવી સ્થિતિમાં લસણના નવા પાકના આગમન બાદ ભાવ ઘટવા લાગશે તેવી ધારણા છે.

લસણમાં મધ્યપ્રદેશનો હિસ્સો 62.85 ટકા
આ અંગે લસણના વેપારીઓનું કહેવું છે કે મધ્યપ્રદેશ દેશમાં લસણનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. અહીંનું હવામાન અને જમીન લસણની ખેતી માટે યોગ્ય છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડેટા મુજબ દેશમાં ઉત્પાદિત કુલ લસણમાં મધ્યપ્રદેશનો હિસ્સો 62.85 ટકા છે, પરંતુ ગયા વર્ષે યોગ્ય ભાવ ન મળવાને કારણે લસણ ઉત્પાદક ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા. આવી સ્થિતિમાં, ખેડૂતોએ આ વર્ષે લસણનું વાવેતર ઘટાડ્યું, જેના કારણે લસણના વાવેતરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો. આવી સ્થિતિમાં માંગ પ્રમાણે બજારમાં લસણનો સપ્લાય થઈ શક્યો નથી. જેના કારણે ભાવમાં અચાનક વધારો થયો હતો.

આ પણ વાંચો : ગૃહિણીઓ આનંદો, ગુજરાતના આ શાકમાર્કેટમાં ટામેટા એક કિલો રૂ.55થી 65ના ભાવે વેંચાયા

Back to top button