શ્રાવણ માસમાં બ્રાહ્મણોનું એડવાન્સ બુકિંગ, જાણો છેક ક્યાં ક્યાંથી ગુજરાતના બ્રાહ્મણોને બોલાવાયા
- ગુજરાતમાં 30 હજારથી વધુ કર્મકાંડી બ્રાહ્મણ
- 1 મહિના પહેલા જ પૂજા-અભિષેક બુક
- લંડન,અમેરિકા, આફ્રિકામાં પણ અહીંના બ્રાહ્મણોને બોલાવાય છે
પવિત્ર શ્રાવણ માસનો આજથી આસ્થાભેર પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનો શિવ પૂજા માટે મહત્વનો ગણવામાં આવે છે. ત્યારે આ મહિનામાં શિવભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા પૂજા-અભિષેક, શિવકથા, લઘુરુદ્ર, હવન સહિત અનેક ઘાર્મિક કાર્યક્રમો કરતા હોય છે. પરંતુ તમામ ધાર્મિક કર્યો વિદ્વાન બ્રાહ્મણોની માંગ ખૂબ વધી જાય છે. આ માસ દરમિયાન કર્મકાંડી બ્રાહ્મણોની વિદેશમાં પણ બોલાવવામાં આવતા હોય છે.
શ્રાવણ માસ દરમિયાન શિવપૂજા, શિવ કથા, પૂજા-પાઠ, અભિષે સહિતના કાર્યો કરવા માટે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણોની માંગ ખૂબ વધુ હોવાને કારણે શ્રાવણ માસમા એક મહિના અગાઉ જ લોકો પોતાનો જાણીતા કે અ્ન્ય વિદ્વાન બ્રાહ્મણોને વિધિ માટે કહી દે છે. એટલે કે બ્રાહ્મણોનું પણ એડવાન્સ બુકિંગ કરી લે છે એવું કહી શકાય. શ્રાવણ માસમાં એક બ્રાહ્મણ ઓછામાં ઓછી બે જગ્યાએ અને વધુમાં વધુ પાંચ જગ્યાએ એક જ દિવસમાં પૂજા-વિધિ કરાવતા હોય છે. આ ઉપરાંત જયારે શ્રાવણ માસનો સોમવાર હોય, તેરસની તિથી હોય, અમાસ હોય ત્યારે બ્રાહ્મણોની સૌથી વધુ માંગ રહે છે. ગુજરાતમાં કુલ 30 હજારથી વધુ કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ છે.
શ્રાવણ અને નવરાત્રિ દરમિયાન વિદેશમાં બ્રાહ્મણોની માંગ સૌથી વધુ
શ્રાવણ માસ દરમિયાન અને નવરાત્રિ દરમિયાન વિદેશમાં બ્રાહ્મણોની માંગ સૌથી વધુ હોય છે. આ ઉપરાંત છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગણેશ મહોત્સવ દરમિયાન પણ ભારતથી બ્રાહ્મણોને વિદેશમાં બોલાવાય છે. રાજકોટ, કચ્છ, ભુજ, અમદાવાદ અને વડોદરા શહેરોમાંથી વિદેશમાં યજ્ઞ, પૂજા માટે યજમાનો બ્રાહ્મણને બોલાવતા હોય છે.
આ પણ વાંચો : હર હર ભોલેઃ આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, ભક્તો શિવમય બન્યા