મનોરંજન

ઉર્ફી જાવેદને મળી મારી નાખવાની ધમકી, આ વાત પર અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા…

Text To Speech

ઉર્ફી જાવેદ અવારનવાર સોશિયલ મીડિયાનો વિષય બનતી હોય છે. જો કે, ઘણી વખત તે આ કારણે મુશ્કેલીમાં પણ આવી જાય છે.અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેણીની ઓફબીટ ફેશન સેન્સ હેડલાઇન્સ ખેંચે છે. ઉર્ફી તેના લુક સાથે ઘણા પ્રયોગો કરતી જોવા મળે છે.

Urfi Javed Trolled For Her New Fashion Sense, Netizens Slams

તેનું ફેશન સ્ટેટમેન્ટ એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે. ઘણી વખત તેની આ ફેશન સેન્સ તેને મુશ્કેલીમાં પણ મૂકી દે છે. તેને ઘણી ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો છે. હવે એક યુઝરે તેને મારી નાખવાની ધમકી આપી છે. ઉર્ફી જાવેદે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે.

ઉર્ફી જાવેદે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એક યુઝરે તેને ધમકી આપી છે. યુઝરે લખ્યું- ‘બહુ જલ્દી તમને ગોળી મારવામાં આવશે. ખૂબ જ જલ્દી મિશન પૂર્ણ થશે, આ બાબતે અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે, ઉર્ફીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેને બિગ બોસ OTT થી નામ-પ્રસિદ્ધિ મળી.

જો કે આ શોમાં તેની સફર ખાસ રહી ન હતી. તે એક અઠવાડિયામાં જ ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ ઘરની બહાર નીકળતાની સાથે જ ઉર્ફીની ફેશન સેન્સે ધ્યાન ખેંચ્યું અને તે થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગઈ. તેનો એરપોર્ટ લુક પહેલીવાર વાયરલ થયો હતો. જેમાં તે ક્રોપ જેકેટ સાથે પોતાની બ્રાને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો ; ટ્રોલ થયો રણબીર કપૂર,આલિયાએ જણાવી આ વાત…

Back to top button