ગુજરાત

ગુજરાતના આ વિસ્તારોમાંથી ત્રણ દિવસમાં રૂ.30.21 કરોડના માદક દ્રવ્યો કબજે કરાયા

  • અબડાસાના દરિયાકાંઠા અને નિર્જર બેટ ઉપરથી 15 કરોડનું ડ્રગ્સ પકડાયું
  • હેરોઈનના બે અને ચરસના 72 પેકેટ બિનવારસુ મળતા ચકચાર
  • ચરસના પેકેટ દરિયા કિનારેથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગુજરાતમાં ત્રણ દિવસમાં રૂ.30.21 કરોડના માદક દ્રવ્યો કબજે કરાયા છે. જેમાં અબડાસાના દરિયાકાંઠા અને નિર્જર બેટ ઉપરથી 15 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. તેમાં 15-16મીએ હેરોઈનના વધુ બે પેકેટ મળ્યા હતા. તેમજ ચરસના 72 પેકેટ મળ્યા હતા. ત્યારે ત્રણ દિવસમાં કુલ 30.21 કરોડના માદક દ્રવ્યો પકડાતા પોલીસ તંત્ર સક્રિય થયુ છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના આ પૂર્વ મંત્રી રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ

હેરોઈનના બે અને ચરસના 72 પેકેટ બિનવારસુ મળતા ચકચાર

દેશના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યા સુધીમાં બીએસએફ, સ્ટેટ આઈબી, એસઓજી દ્વારા પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમ્યાન ગત તા.14ના અબડાસાના ટાપુ અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી રૂ.7.75 કરોડનું હેરોઈન અને ચરસનો જથ્થો બિનવારસુ કબજે કર્યા પછી તા.15 અને તા.16ના પણ બીએસએફ, સ્ટેટ આઈબી અને પોલીસ દ્વારા અવિરત જારી રખાયેલા સર્ચ ઓપરેશનમાં અલગ અલગ સ્થળો પરથી વધુ 15 કરોડની કિંમતના હેરોઈનના બે અને ચરસના 72 પેકેટ બિનવારસુ મળતા ત્રણ દિવસમાં કુલ 30.21 કરોડના માદક દ્રવ્યો કબજે કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નેફ્રોલોજિસ્ટની હડતાલથી અસરગ્રસ્ત ડાયાલિસીસના દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ 

બાકલબેટ વિસ્તારમાંથી 21 ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા

કચ્છના જખૌ, અબડાસા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં બીએસએફ, સ્ટેટ આઈબી, અને એસઓજીના પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફને તા.15 ઓગસ્ટના રોજ જખૌથી 6 કિ.મી. દૂર લુણાબેટમાંથી 1 પેકેટ હેરોઈન, 7 કિ.મી. દૂર નિર્જન શેખરણપીર બેટમાંથી 10 પેકેટ ચરસના અને બાકલબેટ વિસ્તારમાંથી 21 ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. જેની અંદાજે કિંમત રૂ.7,46,50,000 થાય છે. ઉપરાંત તા.16ના રોજ જખૌ મરીન, સ્ટેટ આઈબીએ શિયાળ ક્રીક પાસેથી 1 પેકેટ હેરોઈન અને 10 પેકેટ ચરસ, જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ પીંગલેશ્વરથી સિંધોડી વચ્ચે 10 પેકેટ ચરસ, દરિયાઈ વિસ્તારમાંથી કોઠારાના પીએસઆઈએ 20 પેકેટ ચરસ તેમજ મરીન ટાસ્ક અને સ્ટેટ આઈબીએ 1 પેકેટ ચરસનું બિનવારસુ કબ્જે કર્યા હતા. જેની અંદાજીત કિંમત 7.65 કરોડ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં PM મોદી દ્વારા રેલવેના વિકાસલક્ષી પ્રોજેક્ટમાં વિક્રમી રોકાણ કર્યું, જાણો કયા બનશે ફોરલેન રેલવે ટ્રેક 

ચરસના પેકેટ દરિયા કિનારેથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કચ્છના અબડાસામાંથી ફરી એક વાર કોસ્ટલ વિસ્તારના પેટ્રોલિંગ દરમિયાન એસઓજીએ 30 થી વધુ ચરસના પેકેટ ઝડપી લીધા હતા. આ પહેલા બીએસએફ્ને પણ જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ મળ્યા હતા. સતત બિનવારસી ચરસના પેકેટ દરિયા કિનારેથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. બીજી તરફ્ પોરબંદર પોલીસ પણ આ મામલે સતર્ક થઇ છે અને જિલ્લાના મિયાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

Back to top button