ભરૂચ : જૂની મામલતદાર કચેરી સામેની ઇમારત ધરાશાયી, પરિવાર કાટમાળમાં દબાયો, એકનું મોત
- ભરુચમાં નર્મદા એપાર્ટમેન્ટનું મકાન ધરાશાયી થતા એકનું મોત
- પાલિકા ફાયર ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કઢાયા
- રાત્રી દરમિયાન બની હતી ઘટના
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. ઘટનાને પગલે અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અહીં દોડી આવ્યા હતા, અને પાલિકા ફાયરબ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કઢ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું દટાઈ જવાને કારણે મોત નિપજ્યું હતું.
ભરૂચમાં મકાન ધરાશાયી થતા એકનું મોત
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આવેલી જૂની મામલદાર કચેરી સામેની એક ઇમારત ગઈ કાલે ધરાશાયી થઈ હતી. નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નવર 18નો કેટલો ભાગ ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા. અને સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી ઘરમાં રહેતા પંકજ જશવંત ચૌહાણનું કાટમાળમાં દબાઈ જતા મોત નિપજ્યું છે. જ્યારે અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : દીપડાને લઈ હિંમતનગર પંથકમાં ફફડાટ, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક જોવા મળી ચહલપહલ
જર્જરિત ઈમારતો બાબતે તંત્રની કડક કાર્યાહી જરુરી
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. પાલિકા દ્વારા જર્જરિત ઈમારતોના માલિકોને નોટીસ આપવામા આવે છે. પરંતુ તંત્ર કડક કાર્યવાહી ન થતા મકાન માલિકો તેને ગંભીરતાથી લેતા નથી જેના પરિણામે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ ઘટના બાદ જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : વડોદરા: વિદ્યાર્થીનીઓને અશ્લીલ વિડીયો બતાવનાર લંપટ આચાર્ય સસ્પેન્ડ