ગુજરાત

ગુજરાતમાં નેફ્રોલોજિસ્ટની હડતાલથી અસરગ્રસ્ત ડાયાલિસીસના દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ

  • સરકારી સેન્ટરોમાં ભારે ભીડના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો
  • પ્રશ્નો ન ઉકેલાય તો સોમવારથી અનિશ્ચિત મુદતની હડતાલની વિચારણા
  • હડતાલના ત્રીજા દિવસે ડાયાલિસીસ કરાવતા દર્દીઓની હાલત કફોડી બની

ગુજરાતમાં નેફ્રોલોજિસ્ટની હડતાલથી ડાયાલિસીસના દર્દીઓ અસરગ્રસ્ત થયા છે. જેમાં નેફ્રોલોજિસ્ટની ત્રણ દિવસની હડતાલથી ડાયાલિસીસના 1.20 લાખ દર્દીને અસર થઇ છે. તેમાં પ્રશ્નો ન ઉકેલાય તો સોમવારથી અનિશ્ચિત મુદતની હડતાલની વિચારણા થઇ છે. પીએમજેએવાય યોજનામાં ચાર્જ ઘટાડાના વિરોધમાં નેફ્રોલોજિસ્ટ એસો.ની હડતાલ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં કેવો રહેશે મેઘ 

સરકારી સેન્ટરોમાં ભારે ભીડના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો

સરકારી સેન્ટરોમાં ભારે ભીડના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો છે. પીએમજેએવાય યોજનામાં ડાયાલિસીસનો ચાર્જ સરકારે ઘટાડી નાખ્યો તેના વિરોધમાં ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોએ 14થી 16 ઓગસ્ટ સુધી આપેલા હડતાલના ત્રીજા દિવસે ડાયાલિસીસ કરાવતા દર્દીઓની હાલત કફોડી બની છે. ત્રણ દિવસની હડતાલના કારણે રાજ્યના 1.20 લાખ દર્દીઓને અસર થઈ છે. ખાનગી ડાયાલિસીસ સેન્ટરો બંધ રહેતા સરકારી ડાયાલિસીસ સેન્ટરો પર બોજો વધી ગયો છે. ત્રણ દિવસની હડતાલ પુરી થઈ ગઈ છે પરંતુ જો પ્રશ્નો નહીં ઉકેલાય તો સોમવારથી અનિશ્ચિત મુદતની હડતાલ આપવા પણ વિચારણા ચાલી રહી છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના આ પૂર્વ મંત્રી રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ

પીએમજેએવાયમાં 14થી 16 ઓગસ્ટ સુધી ડાયાલિસીસ બંધ રાખવા એલાન કર્યું

ગુજરાતની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોએ પીએમજેએવાયમાં 14થી 16 ઓગસ્ટ સુધી ડાયાલિસીસ બંધ રાખવા એલાન કર્યું છે. હડતાલના આજે ત્રીજા દિવસે ડાયાલિસીસ કરાવવાની જરૂર હોય તેવા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ નેફ્રોલોજિસ્ટ એસોસીએશન નમતું જોખવા તૈયાર નથી. બીજી તરફ અમદાવાદની કિડની ઈન્સ્ટિટયૂટમાં રોજ કરતાં સરેરાશ 30 ટકા જેટલા ડાયાલિસીસના વધુ દર્દીઓ નોંધાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સપ્તાહમાં ત્રણ દિવસ જેમને ડાયાલિસીસની જરૂર હોય છે તેમને નાછુટકે સરકારી સેન્ટરમાં જવું પડયું હતું, કારણ કે ડાયાલિસીસ ન થાય તો બેચેની અનુભવવાની સાથે દર્દી જીવ પણ ગુમાવી શકે છે. સરકારી સેન્ટરોમાં ભારે ભીડના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Back to top button