- આગામી 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે
- નવસારી, વલસાડ, તાપી, દમણમાં હળવો વરસાદ રહેશે
- અમદાવાદમાં 24 કલાકમાં હળવો વરસાદ રહેશે
ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી છે. તેમજ રાજ્યમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદ પડશે. ત્યારે નવસારી, વલસાડ, તાપી, દમણ, અમદાવાદ, દાહોદ, મહીસાગરમાં વરસાદ રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
અમદાવાદમાં 24 કલાકમાં હળવો વરસાદ રહેશે
રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી છે. તેમજ આજે નવસારી, વલસાડ, તાપી, દમણમાં હળવો વરસાદ રહેશે. અમદાવાદમાં 24 કલાકમાં હળવો વરસાદ રહેશે. તથા હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી 93 ટકા વરસાદ નોંધાયો છે.
આગામી 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે
આગામી 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં તાપી, વલસાડ, નવસારી, દમણનો સમાવેશ થાય છે. કચ્છમાં વરસાદ નહી થવાની સંભાવનાં છે. તેમજ સૌરાષ્ટ્રનાં એક બે જીલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ હાલ કોઈ સિસ્ટમની સંભાવના નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યનાં કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થશે. તેમજ અમદાવાદ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે.
7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી
સૌરાષ્ટ્રનાં એક બે જીલ્લામાં થોડા વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. તેમજ દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ થશે. કચ્છમાં પણ વરસાદની કોઈ શક્યતાઓ હાલમાં નથી. તેમજ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.