ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બોક્સ ઓફિસ પર ‘વિક્રમ’નો ધમાકો ! હવે તમારા ફોનમાં મચાવશે ધૂમ

Text To Speech

સાઉથ એક્ટર કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ તમિલ ઉપરાંત હિન્દી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હાલમાં જ એટલે કે 3 જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, ત્યારથી તે ઘણી કમાણી કરી રહી છે. માત્ર એક અઠવાડિયામાં જ ફિલ્મે 135 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મને ચારે બાજુથી સારો રિસ્પોન્સમળી રહ્યો છે. ફિલ્મને જે રીતે લોકો પસંદ કરી રહ્યા છે તે જોઈને હવે મેકર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, સફળતા તરફ આગળ વધી રહી છે તે જોઈને હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફિલ્મ ‘વિક્રમ’ની રિલીઝને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે અને ફિલ્મની કમાણીની સ્પીડ પણ એટલી જ જોરદાર છે. નિર્માતાઓએ તેને OTT પર સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો છે. હા, આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. 8 જુલાઈથી દર્શકો આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકશે. ડિઝની પ્લસ હોટસ્ટારે ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કમલ હાસન બંદૂકોથી ભરેલા રૂમમાં દમદાર શૈલીમાં જાય છે, તે બંદૂકની ગોળીથી દરવાજો ખોલતો જોઈ શકાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘માણસ પાછો આવશે’.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ એક્શન થ્રિલર પર આધારિત છે.

લોકેશ કનાગરાજના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દ્વારા કમલ હાસન લાંબા સમય પછી મોટા પડદા પર પરત ફરશે તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Back to top button